વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળિયા ખાતે યોજાશે
જિલ્લાના આઇકોનિક સ્થળો સુદર્શન સેતુ અને સુદામા સેતુ ખાતે વિશ્વ યોગ દિવસની ઊજવણી કરાશે
જિલ્લાના તાલુકા, ગ્રામ્ય, નગરપાલિકા સહિત ૧૨૨૯ સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરાશે
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
જે મુજબ વર્ષ-૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આ વર્ષે ૨૧મી જૂન, ૨૦૨૫ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ યોગ દિવસના ઉજવણીના કાર્યક્રમો યોજાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં કુલ ૧૨૨૯ સ્થળો ઉપર ૨૧મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે. જેમાં યોગ સાધકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેનાર છે.
જિલ્લાકક્ષાના વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ પોલિસ પરેડ ગ્રાઉન્ડ-ખંભાળીયા ખાતે આયોજન કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨ આઇકોનિક સ્થળો જેવાં કે, સુદર્શન બ્રિજ-ઓખા અને સુદામા સેતુ-દ્વારકા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત અંદાજે ૬૦૦ જેટલા યોગ સાધકો દ્વારા યોગ કરવામાં આવશે.
ખંભાળીયા તાલુકા/નગરપાલિકા કક્ષાનો સંયુક્ત કાર્યક્રમ આર.એન.વારોતરીયા કન્યા વિદ્યાલય, ખંભાળીયા ખાતે આયોજન કરવામાં આવેલ છે. ભાણવડ તાલુકા/નગરપાલિકાકક્ષાનો સંયુક્ત કાર્યક્રમ પુરૂષાર્થ વિદ્યા મંદિર, ભાણવડ ખાતે ખાતે આયોજન કરવામાં આવેલ છે.
દ્વારકા તાલુકા/ નગરપાલિકાકક્ષાનો સંયુક્ત કાર્યક્રમ એન.ડી.એચ. હાઇસ્કુલ-દ્વારકા ખાતે ખાતે આયોજન કરવામાં આવેલ છે. સલાયા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ સલાયા લોહાણા સમાજની વાડી સલાયા ખાતે આયોજન કરવામાં આવેલ છે. જામ-રાવલ નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ એચ.જી.એલ.હાઇસ્કુલ, રાવલ ખાતે આયોજન કરવામાં આવેલ છે. ઓખા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નગરપંચાયત હાઇસ્કુલ-ઓખા ખાતે આયોજન કરવામાં આવેલ છે. કલ્યાણપુર તાલુકા કક્ષાના કાર્યક્રમમાં એલ.એન.પી. હાઇસ્કુલ-ભાટીયા ખાતે આયોજન કરવામાં આવેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગામોમાં આયોજન કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ (શાળા, કોલેજો, આઇ.ટી.આઇ. વગેરે) ખાતે આયોજન કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવેલ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલિસ સ્ટેશનોમાં પોલિસ સ્ટાફ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.




