MORBI:મોરબી શહેરમાં લઘુશંકા કરતા ચેતી જાજો પાલીકા બેનરમાં તમારા ફોટા સાથે જાહેરાત કરશે

MORBI:મોરબી શહેરમાં લઘુશંકા કરતા ચેતી જાજો પાલીકા બેનરમાં તમારા ફોટા સાથે જાહેરાત કરશે
મોરબીમાં જાહેરમાં લઘુશંકા કરતા લોકો માટે સુધરી જવાના દિવસો આવ્યા છે. નહીતર તમારા પણ આવી રીતે ફોટા પડી શકે છે અને જાહેર રોડ પર ફોટા લાગી શકે છે. જાહેરમાં લઘુશંકા કરી તો બેનરમાં પાલિકા તમારા ફોટા સાથેની જાહેરાત કરશે.એટલે જાહેર રોડ પર લઘુશંકા કરશો નહીં નહીંતર તમારા ફોટો જોઇને લોકો પણ તમારી મજાક ઉડાવશે. લઘુશંકા ઘરમાં અથવા જાહેર શૌચાલયમાં જ કરવાનું રાખો તેવો સંદેશો મોરબી મનપાએ જાહેર કર્યો છે.
મોરબી મહાનગરપાલિકાએ નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પાલિકાએ જાહેરમાં લઘુશંકા કરતા લોકોનો ખાનગી રીતે ફોટો પાડયો છે અને તે ફોટો બેનર સાથે ચાર રસ્તા પર મૂક્યો છે. એટલે આવતા-જતા લોકો આસાનીથી જોઈ શકે અને તેમાંથી સબક શીખે. પરંતુ ઘણા લોકો નિયમોને અનુસરતા નથી અને લઘુશંકા ઘરની જગ્યાએ જાહેરમાં જ રોડ પર લઘુશંકા કરી ગંદકી ફેલાવતા હોય છે કરી તો બેનરમાં પાલિકા તમારા ફોટા સાથેની જાહેરાત કરશે







