SURATSURAT CITY / TALUKO

સુરત જિલ્લા તાલીમ ભવન ઉધના ખાતે યોગ અને દેશી રમત તાલીમ યોજાય.

બધી જ રમતો પૂરી થઈ હવે હું શું કરુ? આ પ્રશ્ન લોકડાઉનના સમયમાં ઘરે ઘરે ગુંજી રહ્યો છે. મનોરંજનના અનેક સાધનો હોવા છતાં બાળકો તો શું હવે તો મોટા પણ ઘરમાં પૂરાઈને કંટાળી ગયા છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ટીવી, રેડિયો, મોબાઈલ તો શું ઘરમાં લાઈટો પણ નહોતી તેમ છતાં બાળકો વેકેશનમાં બુધ્ધિબળ, ચપળતા, નિર્ણયક શક્તિનો ઉપયોગ થાય તેવી દેશી રમતો રમતા હતા. જો કે આ રમતોના નામ અત્યારના બાળકોએ સાંભળ્યા પણ નહીં હોય ત્યારે લોકડાઉનના સમયે વાલીઓએ પોતાના બાળપણમાં રમેલી રમતોને તાજા કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. અગાઉના સમયમાં લોકો ટોળે વળીને આ રમત રમતા હતા .પરંતુ આજના મોબાઈલ યુગ માં દેશી રમત થી બાળક દૂર જય રહ્યા છે. ત્યારે સરકારશ્રી ના પરીપત્ર મુજબ શિક્ષકોને દેશી રમત ની તાલીમ આપવામાં આવી.આવી રમતથી ઘની બધી રમતો આપણને આગળ લઈ જાય છે.
જે રીતે દેશમાં રમતગમતને પ્રોત્સાહન મળી રહ્યું છે, રમતવીરોને નોકરીમાં આરક્ષણ મળી રહ્યું છે, કોર્પોરેટ કંપનીઓ પ્રોત્સાહન આપી રહી છે અને સફળ કારકિર્દી થાય તો અનેક પ્રકારના સરકારી અને ખાનગી એવોર્ડ રમત-ગમતના મળે છે તેનાથી કારકિર્દી ચોક્કસ ઉજ્જવળ બને છે.
અને આ કારકિર્દીના આધારે અનેક જાહેરખબરો, મોડેલિંગ વિગેરેના અને અન્ય ફાયદાઓ જોતા રમત વીર તરીકેની કારકિર્દી ચોક્કસપણે ફાયદાકારક તો છે જ.
પરંતુ જે રીતે પશ્ચિમના દેશોમાં, ચીનમાં, જર્મનીમાં કે અન્ય રમત-ગમતને પ્રાધાન્ય આપતા દેશોમાં કારકિર્દી માટેનું આયોજન રમતના ક્ષેત્રે કરવામાં આવ્યું છે તે હજુ કદાચ ભારતમાં વિકસી શક્યું નથી.
આમ છતાં હાઈ સ્કુલ કક્ષાએથી આ શરૂઆત સારી થઈ શકે. ત્યારબાદ જિલ્લાકક્ષાના આયોજન અને તે પછી રાજ્યકક્ષાનું આયોજન હોય છે.
જેમાં ભાગ લેવાથી તમને દેશ કક્ષાના ફેડરેશનમાં અને તેના દ્વારા યોજાતી રમતોમાં ભાગ લેવાની તક મળે છે અને નેશનલ લેવલ ઉપર તમે સારો દેખાવ કરી શકો તો સ્વાભાવિક છે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક સરકાર અને જે તે નેશનલ લેવલના ફેડરેશન તરફથી આપવામાં આવતી હોય છે.
ગરીબ, પછાત વિસ્તારના અને ગામડાના પરંતુ તેજસ્વી રમતવીરો આ રીતે આગળ આવ્યા છે તે હકીકત છે.
દરેક રાજ્ય સરકારમાં રમત ગમત માટેનો ખાસ વિભાગ હોય છે જે આવા તેજસ્વી રમતવીરોને શોધીને મદદ કરે છે. તાલીમ આપે છે અને રાજ્ય સરકાર તરફથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતા હો તો મદદ કરે છે.
જે રમતવીરો રાજ્યકક્ષાએ મદદ મેળવવા ઈચ્છતા હોય તેમણે સ્પોર્ટ્સ ઓથોરિટીનો સંપર્ક કરવો જોઈએ. દરેક જિલ્લામાં રમત ગમત અધિકારી હોય છે જે આ સ્પોર્ટસ ઓથોરીટીના નિયંત્રણ હેઠળ કામ કરે છે આથી પ્રથમ જિલ્લા કક્ષાથી શરૂઆત કરવી વધુ સારું રહે.

Back to top button
error: Content is protected !!