SURATSURAT CITY / TALUKO

આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ કરીને પગલાં ભરવામાં આવે તેવી માગ

દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના વિજય વચ્ચે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ચુંટણી અધિકારીને આવેદન પત્ર પાઠવીને કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવાના ષડયંત્રમાં શંકાસ્પદ ભુમિકા નિભાવનારાઓ વિરૂદ્ધ સખ્ય કાર્યવાહી કરવા અંગે માગ કરવામાં આવી હતી.

આવેદનપત્ર આપવા પહોંચેલા આપના આગેવાનોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના અંગત મિત્રો અને સંબંધીઓ દ્વારા ટેકેદાર તરીકે કરવામાં આવેલી ખોટી સહી મુદ્દે વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેને પગલે લોકશાહીની હત્યા સમાન આ પ્રકરણના આરોપીઓને સખ્ત સજા મળી શકે. બીજી તરફ આગામી દિવસોમાં આપ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે.

સુરત લોકસભા બેઠક પર પહેલી વખત મતદાન કરવા માટે થનગની રહેલા યુવા મતદારોને ભારે નિરાશા સાંપડી છે. કોંગ્રેસના ઉમેદવાર અને તેમના મળતિયા ટેકેદારોની શંકાસ્પદ ભુમિકા બાદ જે ઘટનાક્રમ સર્જાયો છે તે હવે જગજાહેર થઈ ચુક્યો છે. નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો વિરૂદ્ધ ખુદ કોંગ્રેસી કાર્યકરોમાં પણ ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે.

આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટીના સુરત લોકસભાના પ્રમુખ રજનીકાંત વાઘાણી સહિત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા અને દિનેશ કાછડિયા સહિતના આગેવાનો આજે બપોરે જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા.

આવેદનપત્રમાં એવું પણ જણાવ્યું હતું કે, જો નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનારની ખોટી કે બોગસ સહીઓ કરવામાં આવી હોય તો ભારતીય દંડ સંહિતાની કલમ 464, 465, 468, 471 અને 120 (બી) મુજબ કાર્યવાહીને થઈ શકે તેમ છે. આ સિવાય જો દરખાસ્ત કરનારાઓ દ્વારા અમારી સહી નથી તે અંગેનું ખોટું સોગંદનામું કરવામાં આવ્યું હોય તો ભારતીય દંડ સંહિતની કલમ 191, 192, 193, 196, 199 અને 200 મુજબ ફરિયાદ નોંધાવી શકાય છે. આ સ્થિતિમાં ચુંટણી અધિકારી દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી દરમિયાન ટેકેદારોએ ખોટી સહી કરી હોવાનું ફલિત થયું છે ત્યારે તેમની વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!