ખંભાળિયાની જી.વી.જે હાઈસ્કૂલ ખાતેથી મહિલા સુરક્ષા રેલી યોજાઇ
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી. ધાનાણી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું
***
રેલીમાં શી ટીમ, મહિલા પોલીસ, આંગણવાડીના બહેનો, છાત્રાઓએ જોડાઈ મહિલા સુરક્ષા અંગેનો સંદેશો આપ્યો
***
માહિતી બ્યુરો: દેવભુમિ દ્વારકા
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૦૧ થી ૦૮ ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન ઉત્સવ – ૨૦૨૪”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જી.વી.જે. હાઇસ્કુલ ખંભાળિયા ખાતેથી મહિલા સુરક્ષા રેલી યોજાઇ હતી.
આ રેલીને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણી, નગરપાલિકા પ્રમુખશ્રી રચનાબેન
મોટાણી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કૃષ્ણા સોલંકીએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતુ. રેલીમાં આંગણવાડીની બહેનો, શી ટીમ, મહિલા પોલિસ કર્મચારીઓ અને છાત્રાઓએ જોડાઈ બેટી બચાઓ બેટી પઢાઓ, દિકરી એટલે ધરતીનો ધબકાર, મહિલા સુરક્ષા કાયદાને લાગતા નારા લગાવ્યા હતા.
આ તકે મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશકુમાર ભાંભી, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી પ્રફુલ જાદવ સહિત, મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ.શ્રી ચૌહાણ સહિતના અધિકારીશ્રી તેમજ કર્મચારીઓ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, નારી વંદન ઉત્સવ દરમિયાન મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાઓ દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.