DEVBHOOMI DWARKAOKHAMANDAL

ઓખા મંડળ (દ્વારકા) તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલકની ભરતી કરાશે

ઇચ્છુક ઉમેદવારે તા.૧૬ જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ(દ્વારકા) તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં અમલીકરણ માટે કેટલાંક કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન સંચાલકની ભરતી કરવાની છે. ઓખામંડળ(દ્વારકા) તાલુકાની આવળપરા પ્રાથમિક શાળા, ખતુંબા પ્રા.શા, ટુંપણી પ્રા.શા, મેંદરડા પ્રા.શા તથા કૃષ્ણનગર પ્રા.શામાં મધ્યાહન ભોજન સંચાલકની ભરતી કરવાની છે.

સંચાલક માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. સુધી કે તેથી વધારે અભ્યાસ તથા જે તે ગામમાં આવી વ્યક્તિ ન મળ્યે તો ધો.૦૭ પાસ રહેશે. ઉમેદવાર કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થામાં નોકરી કરતો ન હોવો જોઇએ તથા વ્યાજબી ભાવની દુકાન, અનાજ દળવાની ઘંટી, શાકભાજી, મરી મસાલા તથા લાકડાના વેપારી ન હોવા જોઇએ. સંચાલક માટે અરજી કરવા માટે અરજદારની ઉંમર ૨૦ થી ૬૦ વર્ષની હોવી જોઇએ તેમજ ઉમેદવારના પતિ, પત્ની કે પુત્ર તથા પુત્રી મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા ન હોવા જોઇએ.

અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારોએ મામલતદાર કચેરી, ઓખામંડળ(દ્વારકા) કચેરી ખાતેથી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી કરવા માટેનો સમયગાળો તા.૧૬/૦૧/૨૦૨૫ સુધીનો રહેશે. ત્યારબાદ કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી. અરજી ફોર્મ સાથે જરૂરી અભ્યાસના સર્ટીફિકેટની પ્રમાણિત નકલ સાથે સ્વખર્ચે ઇન્ટરવ્યુ માટે હાજર થવાનું રહેશે તેમ મામલતદારશ્રી, ઓખામંડળ(દ્વારકા) યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!