MORBI:મોરબીના માણેક સોસાયટીમાં બંઘ મકાનમાં ચોરી કરનાર એક ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના માણેક સોસાયટીમાં બંઘ મકાનમાં ચોરી કરનાર એક ઈસમ ઝડપાયો
મોરબી સાતમ આઠમના પર્વ નિમિતે માણેક સોસાયટીમાં રહેતો પરિવાર ફરવા ગયો હોય ત્યારે બંધ મકાનના તાળા તોડી રોકડ રૂ ૭૦ હજારની ચોરી થયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આરોપી પંકજ બીશેભાઈ ઢોલી (ઉ.વ.૨૮) રહે મોરબી રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ મૂળ રહે નેપાળ વાળાને ઝડપી લીધો છે તો અન્ય બે ઈસમો હેમરાજ મનબહાદુર સાહી અને ભીમબહાદુર શીજુશાહી રહે બંને નેપાળ વાળાના નામો ખુલતા તપાસ ચલાવી છે
એ ડીવીઝન પોલીસ આરોપીને ઝડપી લઈને રોકડ રૂ ૩૦૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૮૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી પંકજ બે દિવસ પૂર્વે એપાર્ટમેન્ટમાં રહેતો હતો ત્યાં આવી ગયો હતો અને રેકી કરી બંધ મકાન દેખાડતા બંને ફરાર આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે