DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા : વડત્રા ગામે “બેટી બચાઓ બેટી પઢાઓ” દિવસની ઉજવણી કરાઇ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        “નારી વંદન સપ્તાહ”નાં દ્વિતીય દિવસે “બેટી બચાઓ બેટી પઢાઓ” દિવસની ઉજવણી અંતર્ગત વડત્રા ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ સાથે એક જાગૃતિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને અંગત સ્વચ્છતા અને આરોગ્યમાસિક દરમિયાન લેવાની કાળજી અને આહારગુડ ટચ-બેડ ટચજાતિય સતામણીકટોકટી નાં સમયમાં ઉપયોગી હેલ્પ લાઈન નંબર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના કર્મચારીઓ તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!