DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડ ખાતે આરોગ્ય તંત્ર દ્વારા સર્વે હાથ ધરાયો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

તા.૦૧ અને ૦૨ સપ્ટેમ્બરના રોજ  દેવભુમિ દ્વારકા જિલ્લાના વેરાડ ગામ ખાતે STEPS સર્વે કરવામાં આવ્યો હતો. બિનચેપી રોગો અને તેના જોખમી પરિબળોને લગતા આ સર્વેમાં ગામના ૧૮ થી ૬૯ વર્ષ ની વયના કુલ ૧૧૦ લોકોના જામનગર મેડિકલ કોલેજના ડોકટર દ્રારા ઇન્ટરવ્યુ કરાયાં હતાં. ઈન્ટરવ્યુમાં વૈશ્વિક રીતે નિયત સ્વાસ્થ્યને લગતા ૭૫થી વધુ પ્રશ્નો પૂછીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. વ્યક્તિની મળેલ સ્વાસ્થ્ય વિગતો અનુસાર નિયત રૂપરેખા મુજબ શારીરિક તપાસણી, યુરિન સેમ્પલ, ફાસ્ટિંગ બ્લડ સેમ્પલ કલેક્શન પણ કરવામાં આવ્યું હતું જેની એમ્સ રાજકોટ ખાતે ચકાસણી કરાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વેરાડ ગામના લોકો, આશા અને આરોગ્યની ટીમના સહયોગથી સફળતાપૂર્વક આ કામગીરી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!