MEHSANAVIJAPUR

વિજાપુર શહેરના સ્થાનીક માલધારીના સહકારથી પાલીકાએ ખાનગી અજેન્સી મારફત 150 થી વધુ રખડતા ઢોરોનો નિકાલ કરી પાંજળાપોળમા મોકલવા ની તજવીજ હાથ ધરાઈ

વિજાપુર શહેરના સ્થાનીક માલધારીના સહકારથી પાલીકાએ ખાનગી અજેન્સી મારફત 150 થી વધુ રખડતા ઢોરોનો નિકાલ કરી પાંજળાપોળમા મોકલવા ની તજવીજ હાથ ધરાઈ

oppo_0

વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર મા રોડ રસ્તા ઉપર રખડતા ઢોરો ગાયો ના પશુધન ને નુકશાન ના થાય રક્ષણ સાથે નિકાલ કરવાની કર્તવ્ય ટ્રસ્ટ ના ગૌસેવકો ની માંગણીઓ ને ધ્યાન મા લઇ વહીવટી તંત્ર સજાગ બન્યું છે. જેને લઇ છેલ્લા બે દિવસ મા રાત્રી થી સવાર સુધી પાલીકા એ નક્કી કરેલ એજન્સી ના કર્મી ભાવેશ ભાઈ તેમજ સ્થાનીક માલધારી સમાજ ના યુવકો ના સહકાર થી પાલીકા નજીક બનાવેલ ખુલ્લી જગ્યા મા રખડતા 150 જેટલા ઢોરો ને એકઠા કરી ઘાસચારો પાણી ની સુવિધા રાખી ને ટ્રેકટરો મારફત સ્થાનીક તેમજ નક્કી કરેલા પાંજળાપોળ મા મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે. આ અંગે કર્તવ્ય ટ્રસ્ટ ના સભ્ય ગૌસેવક અંબાલાલ પટેલ તેમજ માલધારી સમાજના અગ્રણી અજમલભાઈ દેસાઈ એ જણાવ્યું હતુ કે શહેરમાં રોડ ઉપર રખડતું પશુધન ના કારણે વાહન વ્યવહાર તેમજ નગરજનો ને ઘણી તકલીફ ઊભી થઈ છે પરંતુ આ રખડતું પશુધન બહાર થી કેટલાક ઈસમો આવીને છોડી ગયા છે. સ્થાનીક માલધારીઓ ની માલિકી હાલ મા એક પણ પશુ કે ગાયો રખડતી નથી. ગૌંસેવકો ની માંગણી ને લઈ રખડતા પશુધનના નિકાલ માટે અમારા માલધારી ઓનો પૂરેપૂરો સહકાર છે હાલ મા માલધારી ના સહકાર થી અને પાલીકા એ નીમેલી એજન્સી ની મારફત 150 થી વધુ ગાયો ને પાલીકાએ બનાવેલ ખુલ્લી જગયાના શેડ મા લાવી તેને ઘાસચારો પાણી આપી પાંજળાપોળ મા મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે પાલીકાના એસ.આઇ મનીષા બેન રાઠોડે જણાવ્યું હતુંકે ગૌ સેવકો ની માંગણી ને લઈ ચીફ ઓફિસર કલ્પેશ ભાઈ ભટ્ટ ના માર્ગદર્શન થી ગાયો ના નિકાલ માટે અજેન્સી મારફત પકડી લાવી નજીક આવેલ શેડ મા કેટલીક ગાયો ને એકઠી કરવા મા આવી છે. જેમાં સ્થાનીક માલધારીઓ નો પણ સહકાર છે. હાલ મા આ રખડતા પશુઓ ને સ્થાનીક પાંજળાપોળના ટ્રસ્ટીઓની મદદ થી પાંજળા મોકલી આપવા ની કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસ મા ઉપરી અધિકારી અને ધારાસભ્ય ના સાથ સહકાર થી અનીમલ હોસ્ટેલ એટલે કે પશુછત્ર તેમજ ગૌશાળા માટે યોગ્ય જગ્યા નક્કી કરીને બનાવવા મા આવશે હાલ આપણી પાસે ગૌશાળા કે પશુછત્ર માટે ની વ્યવસ્થા ના હોઈ તેને પાંજળાપોળ મા મોકલવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!