GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં તિરંગા યાત્રા — સાઉન્ડ વિના શોર, સુરક્ષા નિયમોનો ભંગ અને પત્રકાર વિના સરકારી શોભાયાત્રા!

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

આ યાત્રા માટે સાઉન્ડ સિસ્ટમની પરમિશન જ મળી નહોતી? કે પછી આયોજનમાં બેદરકારી થઈ?

ખેરગામ તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ. પરંતુ કાર્યક્રમની શરૂઆતથી જ બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા. સાઉન્ડ સિસ્ટમના અભાવને કારણે મામલદારશ્રીની ગાડીના પછાડી દરવાજો ખોલી નાનું સ્પીકર લગાવી સાઉન્ડ વગાડવામાં આવ્યો. ચાલુ રેલી દરમિયાન સરકારી વાહનનો દરવાજો ખુલ્લો રાખવામાં આવતા સુરક્ષા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું, જે અંગે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો. ઉપરાંત, તાલુકા તંત્રની પત્રકારો પ્રત્યેની અવગણના ફરી ચરમસીમાએ પહોંચી. છેલ્લા કેટલાય કાર્યક્રમોથી પત્રકારોને આમંત્રણ આપવાની પરંપરા બંધ જેવી કરી દેવામાં આવી છે. આ તિરંગા યાત્રામાં પણ એકપણ પત્રકારને આમંત્રણ આપવામાં આવ્યું નહીં.સરકાર એક તરફ “હર ઘર તિરંગા”નો નાદ કરે છે, પરંતુ જનતા સુધી એ સંદેશ પહોંચાડનારા પત્રકારોને જ દૂર રાખે છે. સ્થાનિક પત્રકાર વર્ગ માને છે કે આ વર્તન માત્ર અવગણના નહીં, પરંતુ પત્રકારિતાના સન્માનનો ખુલ્લો અપમાન છે.

Back to top button
error: Content is protected !!