GUJARATMEGHRAJ

ઇસરી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, નવીન પોલિસ સ્ટેશન ઝડપથી બને તેવી માંગ,વિસ્તાર માં વધતી જતી ક્રાઇમ ની ઘટનાઓ પર અંકુશ લાવવા જણાવાયું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ઇસરી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, નવીન પોલિસ સ્ટેશન ઝડપથી બને તેવી માંગ,વિસ્તાર માં વધતી જતી ક્રાઇમ ની ઘટનાઓ પર અંકુશ લાવવા જણાવાયું

સમગ્ર રાજ્ય માં ડીજીપી ના આદેશ બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યુ છે એમાં પણ જવાબદાર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારો માં લોકદરબાર યોજવામાં આવેછે જેથી પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય જળવાઈ રહે અને જનતા ના જે કોઈ કાયદો અને વ્યવસ્થા ને લઈ પ્રશ્નો હોય એનો સરળતાથી નિકાલ લાવવા માટે પોલીસ તંત્ર પ્રયત્નો કરતું હોયછે ત્યારે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

મેઘરજ તાલુકો એ સરહદી તાલુકો છે અને એમાં પણ મેઘરજ નું ઇસરી પોલીસ સ્ટેશન એ અંતરિયાળ અને રાજસ્થાન ની સરહદે આવેલું છે જેથી સરહદી વિસ્તાર હોવાને લીધે અનેક પ્રશ્નો ઉદભવતા હોયછે આવા પ્રશ્નો નો નિકાલ લાવવા અને પ્રજા ની વેદના સાંભળવા આજે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો

આ લોક દરબાર માં આ વિસ્તાર ના વેપારીઓ,અગ્રણીઓ ,રાજકિય અગ્રણીઓ સહિત લગભગ 100 કરતા પણ વધુ સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા નું ગામ અગ્રણીઓ એ અભિવાદન સ્વાગત કાર્યું હતું શરૂઆત માં એસપી શેફાલી બરવાલે નવા કાયદા વિશે લોકોને સમજ આપી હતી અને ખુલ્લા મને ચર્ચાઓ કરી હતી જનતા અને પોલીસ ની ફરજ સમજાવી એકબીજા ની મદદ માટે જણાવ્યું હતું ,ઉપસ્થિત જનતા એ ખાસ આ વિસ્તાર માં વધતી જતી ક્રાઇમ ની ઘટનાઓ પર અંકુશ લાવવા અને તાજેતર માં ધાર્મિક મેળા માં સામાન્ય બાબત માં યુવકનું ઢીમ ઢળી દીધું એ બાબત ને લઈ ચર્ચા કરી હતી,બેફામ બાઇક રેસરો ને ઝડપી યોગ્ય સજા કારવાની જનતા એ માગ કરી હતી અને સરહદી વિસ્તારમાંથી રાત ના સમયે બેફામ દોડતા ફોર વહીલરો ને બંધ કરાવવા જણાવ્યું હતું ,મહત્વ નો પ્રશ્ન એ હતો કે 2011 માં ઇસરી આઉટ પોલીસ સ્ટેશન ને પોલીસ સ્ટેશન માં ફેરવાયા બાદ સુવિધા સભર નવા પોલીસ સ્ટેશન ની માગ આજદિન સુધી પુરી થઈ શકી નથી જેથી આ બાબતે ખાસ કરવા લોકોએ જણાવ્યુ હતુ આમ મુક્તમને ચર્ચાઓ સાથે ઇસરી પોલીસ સ્ટેશને લોક દરબાર સંપન્ન થયો હતો

Back to top button
error: Content is protected !!