DEVBHOOMI DWARKAKHAMBHALIYA
ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દીકરી વધામણાં કીટનું વિતરણ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ ઉજવણીનાં ભાગરૂપે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં જન્મેલ તમામ દીકરીઓને જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી. ધાનાણીના હસ્તે દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે હોસ્પિટલના સ્ટાફ નર્સ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ડૉ.ચંદ્રેશ ભાંભી, હોસ્પિટલના આર.એમ.ઓ. શ્રી ડો.કેતન ભારથી, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી પ્રફુલ જાદવ, જનરલ હોસ્પિટલના ડોકટરો, નર્સિંગ સ્ટાફ, મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા.







