DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દ્વારકામાં બુથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોને હાઊસ ટુ હાઉસ ફોર્મ વિતરણ શરૂ કરાયું

ચૂંટણી પંચ દ્વારા તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી રાજેશ તન્નાના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ(SIR)ની કામગીરી પ્રગતિમાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૨ દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં બુથ લેવલ ઓફિસર્સ દ્વારા તેમના મતદાન મથક અંતર્ગતના મતદારોના ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ ભરાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. મતદાન મથકદીઠ નિયુક્ત કરેલા બી.એલ.ઓ.તા.૦૪-૧૨-૨૦૨૫ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકોમાં આ કામગીરી પૂર્ણ કરશે.

સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો https://voters.eci.gov.in પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે. મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!