સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજય વચ્ચે એક એવી નગરપાલિકા જયાં ભાજપનો સફાયો થયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો એક બાદ એક જાહેર થઇ રહ્યા છે. ત્યારે રાજ્યમાં મોટા ભાગની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. પરંતુ રાજ્યમાં હજી ઘણી બેઠકો એવી છે જ્યા ભાજપનો હાથ પહોંચી શક્યો નથી. અને હજી પણ ત્યા અપક્ષ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો રાજ કરી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકા ભાજપના પંજાથી દૂર રહી ગઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ નગરપાલિકામાં વોર્ડ નં 1 અને 2 માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જેમાં તમામ ચાર ઉમેદવારોને વિસ્તારના લોકોએ વધાવી લીધા હતા. દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 13 બેઠકોમાં બાજી મારીને ભાજપને પછાડી હતી.
છેલ્લા ઘણા સમયથી ભાજપે ચૂંટણીઓને લઇ તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી હોવા છતા એક સીટ ભાજપ મેળવી શકી ન હતી. ત્યારે સ્થાનિક સ્વરાજની આ એકમાત્ર બેઠક હતી જ્યા ભાજપને ખાલી હાથે પરત જવાની વારી આવી હતી.






