GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં સામું જોવા જેવી નજીવી બાબતે એક શખ્સે બે યુવાનો ઉપર હુમલો કર્યો
MORBI:મોરબીમાં સામું જોવા જેવી નજીવી બાબતે એક શખ્સે બે યુવાનો ઉપર હુમલો કર્યો
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના પંચાસર રોડ ઉપર રહેતા અને ફ્રુટનો વેપાર ક૨તા ઝુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક નામના યુવાને આરોપી શાહરુખ ઘાંચી રહે.મિલન પાર્ક વાવડી રોડ, મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ શાહરુખ સાથે સામે જોવા બાબતે બોલાચાલી થઈ હોય ગઈકાલે ફરિયાદી ઝુબેર તેમજ સાહેદ બાઈક લઈને જતા હતા ત્યારે લાતીપ્લોટમાં કાળુભાઈના ગેરજ પાસે આરોપી શાહરુખ ઘાંચી પોતાની સ્વીફ્ટ લઈને ધસી આવી ધારીયા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.