સાંસદ રાજપાલસિંહ ની ઉપસ્થિતિ વચ્ચે દિલ્હી ના વિજય ઉત્સવને ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી સાથે ઉજવણી કરાઇ
તારીખ ૦૯/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
દિલ્હી વિધાનસભા ચુંટણી માં ભાજપ ને મળેલ પ્રંચડ વિજય ની સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિમાં કાલોલ તાલુકા અને શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.આદમી પાર્ટીના શાસન ને સમાપ્ત કરી ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવતા કાલોલ તાલુકા અને શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવ નું આયોજન કરાયું હતું જેમાં કાલોલ શહેર સ્થિત નગરપાલિકા ચુંટણી કાર્યાલય ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા એપીએમસીએના ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પડ્યા, તાલુકા ભાજપ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ, પુર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ સહિતના કાલોલ તાલુકા અને શહેર ના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં વિજયોત્સવ ની આતશબાજી સાથે મીઠાઈ વહેચી મો મીઠું કરાવી કાલોલ શહેર સહિત તાલુકા ભાજપ દ્વારા દિલ્હી વિજય ને વધાવી લવેામાં આવ્યો હતો.