દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નંદાણા ખાતે યોજાયો દિવ્યાંગ ખેલાડીઓ માટેનો સ્પે. ખેલ મહાકુંભ

૪૦૦ કરતા વધારે ખેલાડીઓ થયા સહભાગી
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંચાલીત ‘સ્પે.ખેલ મહાકુંભ ૨૦૨૫’ સ્પર્ધાનું આયોજન તા.૧ થી ૩ડિસેમ્બરના રોજ કલ્યાણપુર તાલુકાના નંદાણામાં જી.એમ.ડી.સી હાઈસ્કુલ ખાતે કરાયું હતું, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૧૨૦ મનોદિવ્યાંગ, ૧૫૫ દિવ્યાંગ(ઓ.ઓચ.), ૧૦૯ દૃષ્ટીવિહીન, ૨૫ શ્રવણઅક્ષમ એમ ૪૦૯ થી વધારે ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં વયજૂથ મુજબ વિજેતા થયેલ ખેલાડીઓને પ્રથમ ક્રમે રૂ.૫૦૦૦, બીજાં ક્રમે રૂ.૩૦૦૦ તેમજ ત્રીજાં ક્રમે ઈનામ રૂ.૨૦૦૦ તેમજ અન્ય ખેલાડીઓને ટીશર્ટ, ટોપી ,અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. વિજેતા ખેલાડીઓને ન્યારા એનર્જી દ્વારા ટી-શર્ટ અને ટાટા કંપની દ્રારા મેડલથી તેમજ સ્થળ પર ઇનામો આપી પ્રોત્સાહિત કરાયાં હતા તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.






