DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટરશ્રીના અઘ્યક્ષસ્થાને યોજાઈ

માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા

         દેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

         આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન(વાસ્મો)ના જિલ્લા યુનિટ અંતર્ગતના ધરમપુર, હર્ષદપુર, નેશ વિસ્તારમાં પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. વધુમાં ગ્રામ પંચાયતો દ્વારા પાણી વેરા વસૂલાત અને ‘નલ જલ મિત્ર’ તાલીમ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

         ‘વિશ્વ શૌચાલય દિવસ’ના ઉપલક્ષમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.બી. પાંડોર તેમજ કલેક્ટરશ્રી જી. ટી. પંડ્યાના હસ્તે સફાઈ મિત્રોનું સન્માન, શૌચાલય સહાય માટે લાભાર્થીને મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમિતિના સદસ્યશ્રીઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!