GUJARATMEGHRAJ

મેઘરજની શ્રી ઉમા વિદ્યાલય એજ્યુકેશન સંસ્થાનમાં રોટરી ક્લબ મોડાસાના સહયોગ થી અંગદાન વિશે જાણકારી બાબતે એક વર્કશોપ યોજાયો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજની શ્રી ઉમા વિદ્યાલય એજ્યુકેશન સંસ્થાનમાં રોટરી ક્લબ મોડાસાના સહયોગ થી અંગદાન વિશે જાણકારી બાબતે એક વર્કશોપ યોજાયો

મેઘરજના માલપુર રોડ ખાતે આવેલ શ્રી ઉમા એજ્યુકેશન સંસ્થાનમાં રોટરી ક્લબ મોડાસાના સહયોગ થી અંગદાન વિશે જાણકારી બાબતે એક વર્કશોપ યોજાયો જેમાં દિલ્હી ના અંગદાન બાબતે પીએચડી થયેલ ડો.રીટા દાર દ્વારા કેવા સંજોગોમાં શરીરના અંગોનું અને કોને દાન કરી શકાય કે જેના દ્વારા જરૂરિયાત મંદ લોકો ને નવજીવન પ્રાપ્ત થાય એ અંગો દ્વારા પોતાની નવી જિંદગી ની શરૂઆત કરી શકે તે બાબતે સંસ્થા ના વિધાર્થી ભાઈ બહેનો અને સ્ટાફ તેમજ સામાજિક સંસ્થા ના અગ્રણીઓ ને વિસ્તૃત જાણકારી આપી હતી ડો રીટા દારે અંગદાન અને શરીર દાન બંને વચ્ચે ના તફાવત અને ખાસ અંગદાન માણસ જીવતો હોય ત્યારે કરી શકાય તે બાબત ની જાણકારી આપી હતી કોઈપણ વ્યક્તિ જ્યારે કોઇ અકસ્માત કે અન્ય રીતે બેભાન થાય પરંતુ તેના શરીર ના અંગો સજીવન રહેતા હોયછે તે બાબત ની જાણકારી ના અભાવે જે ઉપયોગી અંગો હોયછે એ કોઈના કામ માં આવતા નથી ત્યારે આ બાબતે જન જાગૃતિ માટે દિલ્હી થી આવેલા ડો. રીટા દાર કે જેઓ રાષ્ટ્રીય અંગદાન બાબતના પ્રવક્તા છે તેઓએ મેઘરજ ઉમા વિદ્યાલય ખાતે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીગણ સહીત શાળાના આચાર્ય તેમજ સ્ટાફ સહીત મેઘરજ નગરના ડોકટરો, નર્સિંગના સ્ટુડન્ટ સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંતે ભોજન લઇ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો

Back to top button
error: Content is protected !!