DEVBHOOMI DWARKAKHAMBHALIYA
ખંભાળિયા ખાતે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા દ્રિતીય સ્વાસ્થ્ય પરિષદનું કરાયું આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આરોગ્યના વિવિધ મુદ્દાઓને સમાવેશ કરતી દ્રિતીય સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ હતી.
આ પરિષદમાં માતામરણ તથા બાળમરણને અટકાવવા માટે કયા પ્રકારના પગલાઓ લઈ શકાય તેમજ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા ટીબી પાણીજન્ય રોગચાળાને પ્રસરતો અટકાવવા માટે કામગીરી અંગે પણ વિસ્તૃત જાણકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ચોબીસા દ્વારા આપવામાં આવી હતી.
ખંભાળિયા ખાતે યોજાયેલ દ્રિતીય સ્વાસ્થ્ય પરિષદમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોહિલ, મહિલા અને બાળ અધિકારીની શ્રી ચંદ્રેશ ભાંભી, અગ્રણી શ્રી શક્તિસિંહ જાડેજા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આરોગ્ય વિભાગનો સ્ટાફ જોડાયો હતો.







