DEVBHOOMI DWARKADWARKAJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURALPORBANDARPORBANDAR CITY / TALUKO

સૌરાષ્ટ્રમાં બારેય મેઘ ખાંગાં, પોરબંદરમાં 22 ઇંચ, દ્વારકામાં 15 તો જૂનાગઢમાં 14 ઈચ વરસાદ

રાજ્યમાં એકી સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં ગઇકાલે સાંજથી અત્યાર સુધીમાં વરસી ગયો 22 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં પોરબંદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર જળબંબાકાર બન્યુ છે. અહી 22 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે. જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં 15 ઇંચ વરસાદ , જૂનાગઢના વંથલીમાં 14 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 13 ઇંચ, કલ્યાણપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના કેશોદ અને દ્વારકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ, કચ્છના અંજારમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.
આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. જ્યાં આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને, ડાંગમાં પણ ઓરેંજ અલર્ટ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.આ સાથે અમદાવાદમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડ્યા છે.. તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે. 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.
ભારે વરસાદથી એસટી બસ સેવા પણ પ્રભાવિત થઇ છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે અનેક રૂટ પર એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ ડિવિઝનના 26 રૂટ પર એસટી બસો બંધ કરાઇ છે. પોરબંદર ડિવિઝનના 9 રૂટ પર બસો બંધ કરાઇ છે તો ગીર સોમનાથના 4 રૂટ પર બસ સેવા બંધ કરાઇ છે.
જુનાગઢ જિલ્લામા વરસાદે તારાજી સર્જી છે. અનેક રસ્તાઓ બંધ કરતા 60 વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આ સાથે એસ.ટી. બસના 14 રૂટ બંધ કરાયા છે. નોંધનીય છે કે, કેશોદ અને વંથલી 13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

Back to top button
error: Content is protected !!