DEVBHOOMI DWARKAKALYANPUR
કલ્યાણપુર તાલુકાના ભોગાત ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા
“૨૪ વર્ષ: જનવિશ્વાસ, સેવા અને સમર્પણ”ની થીમ સાથે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે વિકાસ રથ આવી પહોંચતા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી તેમજ યોજનાલક્ષી વિડિયો દર્શાવવામાં આવી હતી. ઉપસ્થિત ગ્રામજનોને વિવિધ યોજનાઓ અંગે સમજ આપીને વિવિધ યોજનાઓનો લાભ મેળવવા પ્રેરવામાં આવ્યાં હતાં. ભારત વિકાસ પ્રતિજ્ઞા દ્વારા ગ્રામજનો વિકસિત ભારત માટે યોગદાન આપવા પ્રતિબદ્ધ થયાં હતાં. તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ ઉજવણીમાં સામેલ થયાં હતાં.