DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા ખાતે પી.સી.&પી.એન.ડી.ટી.એકટ,૧૯૯૪ અંતર્ગત વર્કશોપ યોજાયો

વર્કશોપમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન તથા પી.સી.&પી.એન.ડી.ટી.એકટની જોગવાઇઓ અંગે માર્ગદર્શન અપાયું

માહિતી બ્યુરો દેવભૂમિ દ્વારકા

ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ અટકાવવા અને સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા ઘડવામાં આવેલ અધિનિયમ “PC&PNDT એકટ,૧૯૯૪” હેઠળ નોંધાયેલ સરકારી અને ખાનગી હોસ્પિટલો/કલીનીકોના ડોકટરો તેમજ સંચાલકશ્રીઓને એકટના અમલીકરણ અને રેકર્ડ નિભાવણી માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તેમજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સ્ત્રી રોગ નિષ્ણાંતોએ આપવાની થતી તબીબી સેવાઓ બાબતે જિલ્લા કક્ષાએ વર્કશોપનું આયોજન ખંભાળિયા ખાતે કરવામાં આવ્યું હતું.

PC&PNDT એકટ હેઠળ નોંધાયેલ હોસ્પિટલો ખાતે એક્ટના ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે જિલ્લા આર.સી.એચ.ઓ શ્રી ડો.બી.બી.કરમટા દ્વારા હોસ્પિટલમાં નિભાવવાના થતા રેકર્ડ, માસિક રીપોટીંગ, નિયત સમય મર્યાદામાં રજિસ્ટ્રેશન રીન્યુઅલ કરાવવા તેમજ ક્ષતિરહિત ફોર્મ-એફ ભરવા બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સ્ત્રી રોગ નિષ્ણાંતોએ આપવાની થતી તબીબી સેવાઓ બાબતે ડો.પી.જે.ચાંડેગ્રા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓ પુરી પડતી તમામ સંસ્થા/ક્લિનિક/હોસ્પિટલો ખાતે ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લીશમેન્ટ એકટના સંપૂર્ણપણે પાલન કરવા તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ ધારા ધોરણ મુજમ રેકર્ડ નિભાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સી.બી.ચોબીસા દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

ઉકત વર્કશોપમાં જિલ્લા એડવાઈઝરી કમિટીના સભ્યશ્રીઓ, આઈ.એમ.એ. પ્રમુખ ડો.ચંદ્રકાંત જાદવ, તાલુકા કક્ષાના આઈ.એમ.એ.ના હોદેદારો, જિલ્લા હોસ્પિટલના અધિક્ષકશ્રી, જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, સરકારી અને પ્રાઇવેટ સ્ત્રીરોગ નિષ્ણાંતશ્રીઓ તેમજ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નોંધાયેલ સરકારી અને પ્રાઈવેટ તબીબો ઉપસ્થિત રહેલ હતા.

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-૧૯૯૪ અંતર્ગત નોંધાયેલ સરકારી અને ખાનગી તમામ ડોકટરશ્રીઓને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ / નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.સી.બી.ચોબીસાની યાદીમાં સૂચન કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!