કલ્યાણપુર તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે

ઇચ્છુક ઉમેદવારે તા.૨૧ જૂન સુધીમાં અરજી કરવાની રહેશે
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં અમલીકરણ માટે જે કેન્દ્રો ખાલી છે તેવા કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન સંચાલક-કમ-કુકની ભરતી કરવાની છે.
કલ્યાણપુર તાલુકાની હડમતીયા વાડી શાળા, બામણાશા વાડી શાળા, ગાગા પ્રા.શાળા, દેવળીયા વાડી શાળા-૩, ગઢકા તાલુકા શાળા, ગઢકા વાડી શાળા-૧, કલ્યાણપુર કન્યા શાળા, ખીજદળ નવાપરા પ્રા. શાળા, રાણપરડા પ્રા. શાળા, ગાંગડી વાડી શાળા, લાંબા વાડી શાળા – ૩, લાંબા વાડી શાળા – ૪, નાવદ્રા વાડી શાળા -૨, ભોપલકા પ્રા. શાળા, જેપુર પ્રા. શાળા, સણોસરી પ્રા. શાળા, , સણોસરી વાડી શાળા, જુવાનપુર પ્રા. શાળા, મણીપુર હાબરડી વાડી શાળા -૧, મોટા આસોટા કુમાર શાળા, મોટા આસોટા વાડી શાળા – ૧, મોટા આસોટા વાડી શાળા – ૨, મોટા આસોટા વાડી શાળા – ૩, રાણ તાલુકા શાળા, વિરપર પ્રા. શાળા, સતાપર નવીવસાહત પ્રા. શાળા, મણીપુર હાબરડી વાડી શાળા -૨, લાંબા વાડી શાળા – ૬, લાંબા વાડી શાળા – ૬, મણીપુર હાબરડી વાડી શાળા -૩, ભોગાત વાડી શાળા -૩, ધતુરીયા વાડી શાળા – ૩, ગઢકા ભાથીજી વાડી શાળા -૩, નગડીયા વાડી શાળા -૩, ચાચલાણા વાડી શાળા -૨, કાનપર શેરડી વાડી શાળા તેમજ ધતુરીયા વાડી શાળામાં મધ્યાહન ભોજન સંચાલક-કમ-કુકની ભરતી કરવાની છે.
સંચાલક-કમ-કુક માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ તથા સ્થાનિક લોકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. સંચાલક-કમ-કુક માટે અરજી કરવાં માટે અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ૨૦ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ તથા ૬૦ વર્ષ થી વધુ ઉમર ધરાવતા ન હોવા જોઇએ.
અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારોએ મામલતદાર કચેરી, તાલુકા મહેસુલ સદન, રાવલ રોડ, કલ્યાણપુર કચેરી ખાતેથી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી કરવા માટેનો સમયગાળો તા.૨૧/૦૬/૨૦૨૪ સુધીનો રહેશે. ત્યારબાદ કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી. અરજી ફોર્મ સાથે નીચે જણાવેલ ડોક્યુમેન્ટની નકલ જોડવાની રહેશે. (૧) શૈક્ષણિક લાયકાત સર્ટીફિકેટની નકલ, (૨) આધારકાર્ડની નકલ, (૩) ચુંટણી કાર્ડની નકલ, (૪) રેશન કાર્ડની નકલ, (૫) પાસબુકની નકલ,(૬) તાજેતરના બે પાસપોર્ટ સાઈઝના ફોટા, (૭) જાતીના પ્રમાણપત્રની નકલ, (૮) શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ,(૯) અન્ય જરૂરી આધારો. ઉમેદવારોએ રૂબરૂ મુલાકત માટે તા.૨૬/૦૬/૨૦૨૪ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરી, કલ્યાણપુર ખાતે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેશે તેમ મામલતદારશ્રી, કલ્યાણપુરની યાદીમાં જણાવાયું છે.




