DEVBHOOMI DWARKAKHAMBHALIYA

મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખંભાળિયા વિધાનસભા વિસ્તારના બુથ લેવલ ઓફિસરોને સન્માનિત કરાયા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૮૧ ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ.ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલના સમયગાળામાં હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ (EF) પરત લેવાની અને તેને ઓનલાઈન ડીજીટાઇઝડ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી બુથ લેવલ ઓફિસર્સ (BLO) મારફત કરવામાં આવે છે. આથી, BLO ને ઝડપી અને સારી કામગીરી કરવા પ્રોત્સાહન મળી રહે તે માટે તેમના મતદાન મથકોના મતદારોની સંખ્યાને આધારે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવેલ હોય તેવા બુથ લેવલ ઓફિસર્સને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મદદનીશ નોંધણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું.

જેમાં ૮૧ વિધાનસભા મતવિસ્તારના ગોઇંજ – ૨ બી.એલ.ઓ શ્રી વઘોરા દેવેન્દ્રભાઈ, આસોટા નાના- ૨ બી.એલ.ઓ શ્રી જલ્પાબેન કુબાવત, અજાડ ટાપુ ના બી.એલ.ઓ શ્રી ડી.જે.છૈયા, વિસોત્રી કોઠા-૧ના બી.એલ.ઓ  શ્રી લગધીરભાઇ ગોજીયા, વિસોત્રી કોઠા-૨ના બી.એલ.ઓ  શ્રી ચંદ્રેશ રાઠોડ, હર્ષદપુર-૪ના બી.એલ.ઓ શ્રી બરાઇ નિલેશ, રામનગર-૧ના બી.એલ.ઓ શ્રી બોઘાભાઈ કરમુર, ખજૂરિયાના બી.એલ.ઓ શ્રી સરવડીયા વિશાલ, મોવાણ-૪ના બી.એલ.ઓ શ્રી રમેશભાઈ કરંગિયા, ભટ્ટગામના બી.એલ.ઓ શ્રી ભાટિયા ખીમાભાઇ, કંડોરણાના બી.એલ.ઓ શ્રી વિક્રમભાઈ નંદાણીયા, બજાણા-૧ના બી.એલ.ઓ શ્રી રામશીભાઈ પિઠીયા, ઠાકર શેરડી-૧ના બી.એલ.ઓ શ્રી ચાવડા ભરતભાઈ,  ઠાકર શેરડી-૨ના બી.એલ.ઓ શ્રી ભરતભાઈ કરમુર અને કોટડીયા બી.એલ.ઓ શ્રી ઝાંઝી ગાગીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!