ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ” યોજાશે
તાહિર મેમણ :ડેડીયાપાડા – 05/03/2024- વિકસિત ભારત વિકસિત ગુજરાત’’ અંતર્ગત નર્મદા જિલ્લામાં ૬ઠ્ઠી માર્ચના ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર દેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે સખી મંડળની લાભાર્થી બહેનોની હાજરીમાં “નારી શકિત વંદના કાર્યક્રમ” નું આયોજન સવારે ૧૦:૩૦ કલાકે રાખવામાં આવેલ છે.
દેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત “નારી શકિત વંદના કાર્યક્રમ”માં ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ નોંધાશે. જયારે રાજપીપલા શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિધાલય સંકુલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસીંગભાઈ તડવી, છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા સહિત નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિ નોંધાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત ‘વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના’ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ૬ઠ્ઠી માર્ચના રોજ ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧.૩૦ લાખથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય અર્પણ કરશે.