ભારત દેશના આઝાદીના 78 માં સ્વતંત્રતા પર્વની શ્રી ભગિની સેવા મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી.

તારીખ ૧૫/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શ્રી ભગીની સેવા મંડળ શાળા દ્વારા ૭૮ માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે શ્રી ભગીની સેવા મંડળના પ્રમુખ અંજનાબેન મહેતા અને મંત્રી દિપ્તીબેન પરીખ તથા હોદેદારો, કારોબારી સભ્ય અને મંડળ સંચાલિત શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ તથા શિક્ષકગણ અને વ્હાલા નાના નાના બાળકો અને વાલીગણ સાથે મળી સ્વાતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત કાલોલના રાજમાર્ગ પર ત્રિરંગા યાત્રા સાથે પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાલોલ નગરપાલિકાના આંગણે રાષ્ટ્રધ્વજને સલામી આપતા રાષ્ટ્રધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો અને મંડળના આંગણે શિલ્પાબેન જોશીના વરદહસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી વંદન કરી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો શાળાના નાના-નાના બાળકોએ દેશભક્તિના રંગમાં રંગાઈ સુંદર વસ્ત્ર પરિધાન માં ભારત માતા અને અનેક મહાન પુરુષો ના વેશમાં વસ્ત્ર પરિધાન કરી આ પ્રભાતફેરી ને નારા સાથે ખૂબ જ ઉત્સાહથી આ પર્વને ઉજવવામાં આવ્યો હતો.









