લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે બે દિવસીય સ્પે. ખેલ મહાકુંભનો શુભારંભ.
જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતેથી બે દિવસીય સ્પે. ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
ઈન્દિરા મેદાન ખાતે આજ રોજ ૧૧૦ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ, ૩૫૪ અસ્થિવિષયક ખેલાડીઓ અને ૧૦૨ શ્રવણમંદ ખેલાડીઓ ભાગ લીધો.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર, જિલ્લા વહીવટી વિભાગ, મહીસાગર, રમતગમત વિકાસ અધિકારીશ્રી, મહીસાગર, જિલ્લા રમતગમત અધિકારીશ્રી લુણાવાડા, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલ તેમજ એન. એ. બી. દાહોદ ના સહયોગથી દર વર્ષે દિવ્યાંગો માટેનો સ્પે. ખેલ મહાકુંભ નું આયોજન જિલ્લા લેવલ પર કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ બે દિવસીય સ્પે. ખેલ મહાકુંભનો જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતેથી પ્રજ્ઞાચક્ષુ, અસ્થિવિષયક, શ્રવણમંદ તેમજ બૌદ્ધિક અક્ષમતા ધરાવતા ખેલાડીઓની રમતોનું શુભારંભ કરવામાં આવ્યો.
આજ રોજ ઈન્દિરા મેદાન ખાતે પ્રજ્ઞાચક્ષુ, અસ્થિવિષયક તેમજ શ્રવણમંદ દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓની અથલેટિક્સ રમતોનું આયોજન કરાયું જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ કુલ ૧૧૦, અસ્થિવિષયક ધરાવતા ખેલાડીઓ કુલ ૩૫૪, તેમજ શ્રવણમંદ કુલ ૧૦૨ ખેલાડીઓ ભાગ લીધો હતો.
પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે 100 મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેક, બરછી ફેક, ચક્ર ફેક, ચેસ જેવી રમતો, અસ્થિવિષયક ખામી ધરાવતા ખેલાડીઓ માટે ટ્રાયસિકલ રેસ, વ્હીલચેર રેસ, ચક્ર ફેક, ભાલા ફેક, ગોળા ફેક, 100 મીટર દોડ, લાંબી કુદ, ઊંચી કુદ તેમજ ક્રિકેટ વગેરે જેવી રમતો તેમજ શ્રવણમંદ ખામી ધરાવતા ખેલાડીઓ માટે ૧૦૦ મી. ૨૦૦ મી.દોડની રમતોનું આયોજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે,
તા. ૦૮-૦૨-૨૦૨૫ શનિવાર ના રોજ બૌદ્ધિક અક્ષમતા ધરાવતા કુલ ૫૪૨ જેટલા ખેલાડીઓ ભાગ લેનાર છે. આ ખેલાડીઓ માટેની રમતો જેમાં મુખ્ય 3 વિભાગમાં વહેચવામાં આવે છે.
1. એથ્લેટિક્સ – હાયર એબીલીટી, 2. એથ્લેટિક્સ – લોવર એબીલીટી, 3. સાયકલિંગ, આ મુખ્ય રમતોમાં 25,50,100,200,400,800, મીટર દોડ, 50,100 મીટર વોક, બોચી, સોફ્ટબોલ થ્રો, બાસ્કેટબોલ, સાયકલિંગ, વગેરે જેવી રમતો રમાડવામાં આવશે. સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ ૦૮ ખેલાડીઓ માટે ચેસ સ્પર્ધાનું પણ આયોજન છે.
ઉપરોક્ત ત્રણેય કેટેગરીના ખેલાડીઓ આ રમોત્સવમાં જિલ્લા તથા રાજ્ય લેવલ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ 15 થી 16 લાખ જેટલી રકમ ઈનામ સ્વરૂપે આપણા દિવ્યાંગ ખેલાડીઓ મેળવતા રહે છે.