તા.૦૯.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વિકાસ સપ્તાહ-૨૦૨૫ સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અને આંગણવાડી કાર્યકરોની અથાક મહેનતથી દાહોદની પીંકલના બાળકને કુપોષણમાંથી મુક્તિ મળી
હજારીયાના આંગણવાડી કાર્યકરોના પ્રયત્નોથી નાનકડા બાળકનું આરોગ્ય સુધરી ૫.૬ કિલોથી ૧૦ કિલો સુધી પહોંચ્યું
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના હજારીયા ગામની સંગાડા પીંકલના દોઢ વર્ષના બાળકનું છેલ્લા સાત મહિનાથી વજન વધતું નહોતું. તે સતત કુપોષણથી પીડાઈ રહ્યું હતું. માત્ર ૫.૬ કિલો વજન ધરાવતું આ બાળકનું ભવિષ્ય ચિંતાજનક જણાઈ રહ્યું હતું. તેની માતા સંગાડા પીંકલબેન એના સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ ચિંતિત રહેતા હતા. એમના થકી ઘણા પ્રયત્નો કરવા છતાં બાલ્કની તબિયતમાં સુધાર નહોતો જણાતો.આંગણવાડી કાર્યકરને મળીને પોતાની ચિંતા જણાવતા તેમણે બાળકને ઝાયડસ હોસ્પિટલના ડોક્ટરને બતાવવાનું જણાવ્યું. જેથી તેઓ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે બાળકને સારવાર અર્થે લઈ ગયા. જ્યાં ત્યાં બાળકને અને માતાને નિયમિત રીતે પૌષ્ટિક ખોરાક, દવાઓ અને સતત કાળજી આપવામાં આવી હતી. એના પરિણામ સ્વરૂપ માત્ર બે જ અઠવાડિયામાં બાળકનું વજન વધ્યું. ઝાયડસ જેવી હોસ્પિટલમાં સતત ૧૪ દિવસ સુધી નિ:શુલ્ક બાળકની સારવાર કરવામાં આવી હતી. પીંકલબેન જણાવે છે કે, ઝાયડસ હોસ્પિટલ ખાતે બાળકને ભોજનમાં દરરોજ પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો. જેના થકી મારા બાળકનું વજન ૫.૬ માંથી ૧૦ કિલો થઈ ગયું છે. હાલ એનું સ્વાસ્થ્ય સારું છે. આજે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે. આંગણવાડી ખાતે આપતા બાલ શક્તિ પેકેટના નિયમિત ઉપયોગથી આરોગ્યમાં સુધારો થયો છે. આંગણવાડી કાર્યકરો દરરોજ પીંકલબેન ઘરે જઈ THR (ટેક હોમ રાશન)નો યોગ્ય ઉપયોગ, પૂરક ખોરાક, સ્તનપાનનું મહત્વ અને સ્વચ્છ આહાર વિશે માતાને માર્ગદર્શન આપતા રહ્યા હતા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણનામાર્ગદર્શન હેઠળ સીડી.પીઓ સોનમબેન સતત ફોલો-અપ રાખીને બાળક અને પરિવારને પ્રોત્સાહન પૂરું પાડ્યું. બાલ શક્તિ પેકેટના નિયમિત ઉપયોગથી પણ પીંકલબેનના બાળકના આરોગ્યમાં સુધારો આવ્યો હતો.અઠવાડિયા પછી પીંકલબેનના બાળકની આંખોમાં ચમક આવી અને તે કુપોષણમાંથી સંપૂર્ણ બહાર આવી ગયું હતું. હવે તે સામાન્ય સ્વાસ્થ્ય શ્રેણીમાં આવીને રમતા રમતા બાળપણ જીવી રહ્યું છે. આંગણવાડી કાર્યકરો – સાચા હીરો પિંકલબેનની આ સફળ ગાથા આંગણવાડી કાર્યકરોના સમર્પણ અને પોષણ સંગમ જેવા કાર્યક્રમોની સફળતાનો એક શક્તિશાળી પુરાવો છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, પીંકલબેનના બાળક જેવા અસંખ્ય બાળકો તેમના બાળપણને પાછું મેળવી રહ્યા છે. સરકારના પોષણ કાર્યક્રમો સાથે આંગણવાડી કાર્યકરોની અથાક મહેનત જોડાય તો બાળજીવન બચાવી શકાય છે. બાળકોમાં તીવ્ર કુપોષણ સામેની લડાઈમાં આંગણવાડી કાર્યકરોનું યોગદાન અનિવાર્ય છે