અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી પોલિસ સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટરની વિઝીટ ,કયારે બનશે નવીન પોલિસ સ્ટેશન :12 વર્ષથી ચાલે છે પોલિસક્વાટર્સ માં પોલિસ સ્ટેશન
આમતો ગુજરાત ને વિકાશીલ ગુજરાત ગણવામાં આવે છે પરંતુ હાલ પણ ઘણી જગ્યાએ વિકાસ પોહ્ચ્યો નથી તેવું પણ જોવા મળી રહયું છે વાત છે રાજેસ્થાન ની બોડર પર આવેલ મેઘરજ તાલુકાના ઇસરી પોલિસ સ્ટેશન જ્યાં 12 વર્ષ પહેલા આઉટ પોસ્ટ માંથી પોલિસ સ્ટેશન નો દરજ્જો મળ્યો છે અને પોલિસ સ્ટેશનનો દરજ્જો મળ્યા ને 12 વર્ષ જેટલો સમય થયો પણ હજુ નવીન પોલિસ સ્ટેશન બન્યું નથી.12 વર્ષથી પોલિસ ક્વાટર્સ માં ચાલતા ઇસરી પોલિસ સ્ટેશન ની કલેકટરે વિઝીટ કરી હતી
ઇસરી પોલિસ સ્ટેશન ખાતે વિઝીટ માટે જિલ્લા કલેકટર આવ્યા હતા અને પોલિસ સ્ટેશન મુલાકાત લઇ તેની કામગીરી વિશે ચર્ચા કરી અને જરૂરી સલાહ સૂચન કર્યા હતા અને પોલિસ સ્ટેશન ખાતે વિવિધ ડિપાર્ટમેન્ટ ની મુલાકાત લીધી હતી.ઇસરી CHC કેન્દ્ર ખાતે પણ મુલાકાત લેવામાં આવી હતી પોલિસ સ્ટેશન ખાતે આવેલ ગ્રામજનો સાથે જિલ્લા કલેક્ટરે પ્રશ્નો ને લઇ ચર્ચા કરવામાં આવી હતી જેમાં ઉનાળાના સમયે પાણી અંતર્ગત ચર્ચા કરાઈ હતી. પાણી સમય સર મળે છે કે નહિ તે બાબતે પણ ચર્ચા કરાઈ હતી,આરોગ્ય બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી બીજી તરફ ગ્રામજનો દ્વારા નવીન પોલિસ સ્ટેશન ઝડપથી બને તે માટે રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે આ બાબતે ઝડપથી પ્રયત્ન કરવામાં આવશે અને એક મહિનામાં ઝડપથી કામ શરુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે, ત્યારે હવે નવીન ઇસરી પોલિસ સ્ટેશન ઝડપથી બને તેવી આશા વ્યકત કરવામાં આવી હતી
ઇસરી ગ્રામ ગ્રામ પંચાયત દ્વારા નવીન પોલિસ સ્ટેશન માટે ત્રણ વાર સતત જમીન ફાળવવામાં આવી છે છતાં કેમ નથી બનતું પોલિસ સ્ટેશન એના સામે ઘણા સવાલો ઉભા છે પરંતુ આશા રાખીએ કે જિલ્લા કલેક્ટરે લીધેલી મુલાકાત બાદ ઝડપથી ઇસરી પોલિસ સ્ટેશન બને તો વિસ્તારના લોકોમાં આનંદ છવાશે





