HIMATNAGARSABARKANTHA
હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાના રીજીયોનલ કમિશ્નરશ્રી બી.એમ.પટેલ સાહેબશ્રી ધ્વારા આજરોજ હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં પડેલ ખાડાઓ માટે સ્થળ નિરીક્ષણ કરવામા આવેલ
અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાના રીજીયોનલ કમિશ્નરશ્રી બી.એમ.પટેલ સાહેબશ્રી ધ્વારા આજરોજ હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં પડેલ ખાડાઓ માટે સ્થળ નિરીક્ષણ કરવાનું આવેલ તે મુજબ આંબાવાડી વિસ્તારમાં પડેલ ખાડા ઉપર કોલ્ડમીક્ષ મટેરીયલ ધ્વારા પેચવર્કની કામગીરીનુ સ્થળ નિરીક્ષણ કરેલ તેમજ જરૂરી સુચના આપી. વધુમાં ઘરવિહોણા લોકોના આશ્રય સ્થાન માટેના રેનબસેરાની પણ સ્થળ મુલાકાત કરી. આશ્રય સ્થાનોમાં રહેતાં ઘરવિહોણા લોકોની સુવિધા સારુ મળતી સુવિધા બાબતે વાર્તાલાભ કરી જરૂરી માર્ગદશન પુરુ પાડયુ. તેમની સાથે આર.સી.એમ.કચેરીના ચીફ ઓફીસર વર્ગ–૧ શ્રી મનોજભાઈ સોલંકી, નગરપાલિકાના ચીફ ઓફીસર શ્રી ઉપેન્દ્ર પી.ગઢવી હાજર રહયા હતા.