
તસ્વીર: કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ: ઉમરેઠ


ઉમરેઠ ખાતે શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વ ની ઉજવણી શ્રી મથુરદાસ ભીખાભાઈ શાહ તડ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૬ કલાકે વૈષ્ણવ મંદિર થી પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતુ. સવારે ૧૦ કલાકે પલના , તિલક ત્યાર બાદ રાજભોગ દર્શન નું વિશેષ આયોજન સાત સ્વરૂપ ની હવેલી, મોટા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. બપોરે ૨.૩૦ કલાકે નગરની એકડીયાની વાડી કાતે ભવ્ય કીર્તન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ ૩.૩૦ કલાકે શોભાયાત્રા નિકળી હતી જે નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી શોભાયાત્રાનું વૈષ્ણવો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



