GUJARATHALOLPANCHMAHAL

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભકતોનું ઘોડ઼ાપુર ઉમટ્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ 

તા.૧૯.૩.૨૦૨૬

આદ્યશક્તિ માં જગદંબા ના આરાધના નું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી આજે ચૈત્ર સુદ એકમ ને ગુરૂવાર થી આરંભ થયેલ ચૈત્રી નવરાત્રી ના પવન પર્વ ને લઇ પંચમહાલ જિલ્લાના સુપ્રસદ્ધિ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જગતજનની શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે.આ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર માંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે.જેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી,આસો નવરાત્રી, તેમજ સાતમ, આઠમ,પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.ગુરૂવાર ના રોજથી શરૂ થયેલ નવરાત્રી પર્વ ને લઈ માઇ ભક્તો બુધવાર ની મધ્ય રાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ભક્તો નો પ્રવાહ પાવાગઢ માતાજીના દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.પગપાળા યાત્રાળુઓ ના કારણે માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ ચારે કોર સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તો નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વાર વહેલી સવારે પાંચ કલાકે નિજ મંદિરના દ્વાર માતાજી ના ભક્તો ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.જયારે ભાવિક ભક્તો ની સુરક્ષા અને સલામતિ ના ભાગ રૂપે પાવાગઢ તળેટી થી લઈને નિજ મંદિર પરિષદ સુધી ૭૦૦, ઉપરાંત પોલીસ કર્મી ઓ ખાડે પગે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી ૭૦,ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેને લઇ યાત્રિકો પર સતત બાજ નજર રાખવામાં રાખવા માં આવી રહી છે.જયારે યાત્રિકો ને તળેટી થી માંચી સુધી આવવા જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા ૬૦ એસ.ટી બસો સતત ૨૪ કલાક તળેટીથી માંચી સુધી અવિરત પણે ચલાવવામાં આવી રહી છે.પાવાગઢ ડુંગર પર ખાનગી વાહનો લઈ જવાના જિલ્લા સમાહર્તા ના પ્રતિબંધના જાહેરનામાને પગલે એસટી દ્વારા પ્રથમ નવરાત્રી એ થી ૬૦,એસટી બસ તળેટી થી માંચી સુધી ચલાવવામાં આવી રહી છે. જેમાં બુધવાર મધ્યરાત્રી ના ૧૨.૦૦ કલાકથી ગુરુવારે બપોરે ના ૪.૦૦ કલાક સુધી એસ.ટી.ની ૭૪૦ ટ્રીપમાં ૨૭,૪૬૦ યાત્રાળુઓ એ મુસાફરી કરી હતી. જેના પગલે એસટીને ૬,૩૩,૭૨૦ રૂપિયાની અધઘ આવક થઈ હતી.જ્યારે જાણવા મળતી માહિતી મુજબ એસ.ટી દ્વારા સ્પેશ્યલ ફેર ના નામે ટિકિટ ભાડામાં પાંચ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અગાઉ માચી થી તળેટી માટે લોકલ ભાડું ૧૦ રૂપિયા છે.જ્યારે એક્સપ્રેસ ભાડું ૧૯, રૂપિયા છે. પરંતુ આશ્ચર્યજનક રીતે લોકલ ભાડાની બસો સદંતર બંધ કરી ફેર નું નામ આપી ચૈત્રી નવરાત્રી દરમિયાન પ્રત્યક્ષ યાત્રાળુએ ૫, રૂપિયા વધારાના ભાડામાં ઉમેરી હાલમાં ૨૪, રૂપિયા ભાડું એસટી દ્વારા લેવામાં આવી રહ્યું છે.આમ પાવાગઢ આવતા યાત્રાળુઓની મોંઘવારીના સમયમાં યાત્રા સરેરાશ મોંઘી થવા પામી છે.જેનાથી યાત્રાળુઓમાં એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!