ડેડીયાપાડા તાલુકાના ભક્તોને મહારાષ્ટ્રમાં નડ્યો અકસ્માત ઇકો ગાડી ખીણમાં ઉતરી પડી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/05/2025 – પાનસર, કંકાલા અને કોલીવાડા ગામના 8 થી 9 લોકો ગયા હતા મહારાષ્ટ્ર માં ભજનના કાર્યક્રમમાં ઘટના સ્થળે અકસ્માતમાં કંકાલાના જીવનદાસજી મહારાજ અને પાનસર ગામના ભક્તનો સમાવેશ ડેડીયાપાડા તાલુકામાંથી 8 થી 9 લોકો ઇકો ગાડી લઈને મહારાષ્ટ્રમાં ભજનના કાર્યક્રમમાં ગયા હતા,જ્યાંથી વહેલી સવારે પરત ફરતી વખતે ઇકો ગાડી ને અકસ્માત નડતા ગાડી ઊંડી ખીણમાં પડતા ઘટના સ્થળે જ બે વ્યક્તિઓ મોત થવા સાથે 6 થી 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા નજીકના અક્કલકુવા અને નંદુરબાર ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા, કંકાલા તથા પાનસર ગામે થી 8 થી 9 લોકો ઇકો ગાડી નંબર GJ 22 H 4158 લઈને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના મોલગી વિસ્તારમાં ભજનના કાર્યક્રમમાં ગયા હતા. ભજનનો કાર્યક્રમ પૂરો થતાં ઇકો ગાડી લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે ઇકો ગાડીને અકસ્માત નડતા ઇકો ગાડી ઊંડી ખીણમાં ખાબકતા ઇકો ગાડીમાં સવાર કંકાલા ગામના મહારાજ જીવનદાસજી તથા પાનસર ગામના એક ભક્તનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થવા પામ્યું છે, જ્યારે ઇકો ગાડીમાં સવાર અન્ય 6 થી 8 લોકોને પણ ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તમામ ને અક્કલકુવા તથા નંદુરબારની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે.ઘાયલ થયેલા ઇકો ગાડીના અન્ય સવારોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ઇકો ગાડી ને અકસ્માત થયો હોવાનું અને ગાડી ખીણમાં ખાબકી પડી હોવાની જાણ આજુબાજુના વિસ્તારમાં લોકોને થતા લોકો બચાવ કામગીરી અર્થે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.ઇકો ગાડી ખીણમાં ખાબકતા નીચે પડેલા મોટા મોટા પથ્થરો સાથે ધડાકા ભેર ઇકો ગાડી અથડાતા ઇકો ગાડીનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો છે. જ્યારે અકસ્માતમાં કંકાલા ગામના જીવનદાસજી મહારાજ મૃત્યુ પામ્યા હોવાની જાણ કંકાલા ગામે થતા કંકાલા ગામમાં ઘેરા શોકનો માહોલ સર્જાયો છે.