DAHODGUJARAT

દાહોદ શહેર સહિત જિલ્લામાં હનુમાનજીની જન્મ જયંતિની શ્રધ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી

તા.૧૨.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ભગવાન શ્રી હનુમાનજીની જન્મ જયંતિના પાવન દિવસે દાહોદ શહેર સહિત જિલ્લામાં હનુમાનજીની જન્મ જયંતિની શ્રધ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ પુર્વક ઉજવણી કરી હતી. દાહોદ શહેરમાં તમામ હનુમાનજીના મંદિરોને ભવ્ય રોશનીનીથી સણગારી દેવામાં આવ્યાં હતાં. વિવિધ મંદિરો ખાતે મહાઆરતી, ભજન, સુંદરકાંડ, ભંડારા સહિતના આયોજનો પણ કરવામાં આવ્યાં હતાં.

 

દાહોદ શહેર સહિત જિલ્લામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પરમ ભક્ત એવા શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવની વિવિધ ધાર્મિક આયોજનો થકી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે દાહોદ શહેર સહિત જિલ્લાના હનુમાન મંદિરોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા છે. આજે શનિવારના રોજ હનુમાન જન્મોત્સવ પર્વ આવતા આ અદભુત યોગ સર્જાતા આ પર્વનું મહત્વ વધુ પાવન બન્યું છે. શહેરના તમામ હનુમાન મંદિરમાં રામ ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જાેવા મળી હતી. તેમજ બરાબર બારના ટકોરે શહેરના હનુમાન બજાર સ્થિત રામજી મંદિર સહિત શહેરના અન્ય હનુમાન મંદિરો હનુમાન જન્મોત્સવ પ્રસંગે શંખનાદ અને ઘંટનાદથી ગુંજી ઉઠ્યા હતા. અને દૂધ તેમજ ફળોની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરમાં કેટલીક જગ્યાએ સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના હનુમાન બજાર સ્થિત ભરત વાટિકા, વનખંડી હનુમાન મંદિર, પંચમુખી હનુમાન મંદિર તથા રળીયાતી ખાતે હનુમાન મંદિરમાં મહાપ્રસાદી(ભંડારા) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!