૧૪ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ગ્રામ પંચાયત ખાતે સમગ્ર રાષ્ટ્ર મા દેશ ઘડવૈયા અને લડવૈયા યાદ કરીને તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યે નુ રૂણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ઉત્સાહભર ઉજવણી કરવામા આવી હતી ત્યારે આ કાર્યક્રમ ઢાંક ગ્રામ પંચાયત ખાતે ઉજવણી કરવામા આવી હતી.
મારી માટી મારો દેશ આ કાર્યક્રમ મા વીરો ને વંદન કરીને શિલાફલકમ નુ લોકાર્પણ કરવામા આવ્યું હતુ આ તકે વીરો ને અંજલિ આપી ને દેશ સેવા ને બિરદાવી હતી આ પ્રસંગ વુક્ષારોપણ વસુધા વંદન કરવામા આવ્યું હતુ.
નિવૃત ફોજી ના હાથે ધ્વજવંદન કરી ને વુક્ષારોપણ કરવામા આવ્યું હતુ નિવૃત્ત ફોજી અને પોલીસ સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે ગામ આગેવાનો શાળા ના શિક્ષકો, આચાર્યો, આરોગ્ય વિભાગ ના કર્મચારી, આંગણવાડી ના બહેનો, હજાર રહ્યા હતા તેવી યાદી ઢાંક ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી બી. ડી. સાપરીયા એ યાદી મા જણાવેલ છે
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.