ચોટીલા તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની સરપ્રાઇઝ વિઝિટથી મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા ગઇ કાલે 10/35 કલાકે તાલુકા પંચાયત કચેરી ચોટીલાની આકસ્મિક તપાસણી કરતા ફરજ ઉપર મોડા આવનાર કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને એકાએક પ્રાત અધિકારીએ ચકાસણી હાથ ધરતા અનેક તર્ક વિતર્કો કર્મચારી વર્ગમાં ચર્ચાનો વિષય બનેલ હતા અચાનક તાલુકા કચેરીમાં ડે. કલેકટરે વિઝીટ કરતા ફરજ સમય કરતા મોડા આવનાર પેધી ગયેલા અનેક કર્મચારીઓ મળી આવ્યા હતા તેઓને કડકાઇ સાથે તાકિદ કરવામાં આવેલ હતા તેમજ કચેરી કાર્યપદ્ધતીનાં પાલન અંગે સ્પષ્ટ સુચના આપવામાં આવેલ હતી ચકાસણી દરમ્યાન વિવિધ શાખાઓમાં અનેક મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી જેમા પ્રાત અધિકારીએ તાલુકાની કચેરીમાં જઇને મહેસુલ શાખા, વિકાસ શાખા, બાંઘકામ શાખા, સિંચાઇ શાખા, આંકડા શાખા, શિક્ષણ શાખા, પશુપાલન શાખા, સમાજ કલ્યાણ શાખા, સહકાર શાખા, ખેતીવાડી શાખા, આરોગ્ય શાખા, હિસાબી શાખા, રજીસ્ટ્રી શાખા, દબાણ શાખાની કામગીરી બજાવતા કર્મચારીઓ સાથે સમીક્ષા કરેલ કચેરીના હાજરી પત્રકની ચકાસણી કરી, કયા કયા કર્મચારી કચેરીમાં મોડા આવે છે તે અંગેની ખરાઇ કરવામાં આવી મિશન મંગલમમાં સખી મંડળો અંગે, એ.ટી.વી.ટી. માં ફાળવવામાં આવતા કામોની ચુકવણા તેમજ જીયો ટેગની કામગીરીની ચકાસણી કરી તલાટી ક્રમ મંત્રીઓ દ્વારા જે જન્મ મરણ અંગેની ઓનલાઇન કામગીરી કરવામાં આવે છે તે અંગે સમીક્ષા કરી ગ્રામ્ય વિસ્તારમાં નવા સખી મંડળો સ્થાપિત કરવા સુચના આપી એગ્રી સ્ટેક (ફાર્મા રજીસ્ટ્રી)ની કામગીરીની સમીક્ષા કરી તેમજ આગામી ચોમાસાની સીઝનને ઘ્યાનમાં લઇ દરેક તલાટી ક્રમ મંત્રી તેમજ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ હેડકવાર્ટરમાં જ રહે તે અંગે સુચના આ5વામાં આવી હતી પ્રાત અધિકારીએ અચાનક છાપા મારી જેમ વિઝીટ લેતા મોડા આવનાર લેઇટ લતીફ કર્મીઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો.