ARAVALLIDHANSURAGUJARAT

ધનસુરા : 10 વર્ષના બાળકોને પ્રેમ થઈ જતા ઘર છોડી ભાગ્યા, ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના ,ધોરણ ૫ ની બાળકીને સગીર સાથે પ્રેમ થતા ઘર છોડ્યું 

ઈન્સ્ટાગ્રામ - સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકી અને સગીર બન્યે પ્રેમી બની ઘર છોડ્યુંનો ચોકાવનાર ખુલાસો

અહેવાલ

અરવલ્લી: હિતેન્દ્ર પટેલ

ધનસુરા : 10 વર્ષના બાળકોને પ્રેમ થઈ જતા ઘર છોડી ભાગ્યા, ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના ,ધોરણ ૫ ની બાળકીને સગીર સાથે પ્રેમ થતા ઘર છોડ્યું

ઈન્સ્ટાગ્રામ – સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકી અને સગીર બન્યે પ્રેમી બની ઘર છોડ્યુંનો ચોકાવનાર ખુલાસો

સોશિયલ મીડિયા એ ફાયદાકારક તેમજ નુકસાનકારક છે બીજી તરફ આજનો યુગ એ સોશિયલ મીડિયા થકી યુગ તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર સૌથી નાની વયનાં બાળકો જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં હોય છે.નાના વયના બાળકોથી લઈને કિશોર વયનાં બાળકો સોશિયલ મિડિયા થકી અવનવું શીખતા હોય છે Instragram , ફેસબૂક નો સહારો લઈ અવનવી પ્રવૃત્તિઓ તરફ વરતા જોવા મળી રહ્યા છે. આજના યુગમાં જે બાળકો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી રહ્યા છે તે ફાયદાકારક પણ હોય છે પરંતુ કેટલીક વાર આ ઉપયોગ નુકસાનકારક પણ નીકળતો હોય છે અને એનું પરિણામ જાતે ભોગવવાનો વારો આવતો હોય છે તેવી જ એક ઘટના સોશિયલ મીડિયા થકી પ્રગટ થઈ છે જેની અંદર અરવલ્લી જિલ્લામાં એક ચોકાવનારી આવનારી ઘટના સામે આવી છે

અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાની એક ગ્રામ્ય વિસ્તાર ની ચોકાવનારી ઘટના સામે આવી છે જે વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો ગણીશકાય છે સમગ્ર ઘટના જોતા ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ 5 મા અભ્યાસ કરતી બાળકીની ધટના છે જે 31 ડિસેમ્બરે ધોરણ ૫ માં ભણતી ૧૦વર્ષની બાળકીનું અપહરણ થયુ હતુ.અપહરણના કેસમાં પોલીસ તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો હતો જેમાં ઈન્સ્ટાગ્રામ – સોશિયલ મીડિયા ઉપયોગથી બાળકી અને સગીર બન્યે પ્રેમી બની ઘર છોડ્યું હતું આમ 10 વર્ષના બાળકોને પ્રેમ થઈ જતા ઘર છોડી ભાગ્યા હતા ધોરણ ૫ ની બાળકીને સગીર સાથે પ્રેમ થતા બાળકી એ ઘર છોડયું હતુ.અન્ય ત્રણ કિશોરીઓની મદદ લઈ સગીરે બાળકીનું કર્યું હતું અપહરણ સોશિયલ મીડિયાના ઉપયોગથી પાંગર્યો હતો પ્રેમ બાળકીના માં બાપને સોશિયલ મીડિયા એટલે શું એ પણ ખબર નથી ત્યારે આ ઘટના થી વાલીઓમા ચોકાવનાર કિસ્સો સામે આવ્યો છે.અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં નજીકના ગામમાંથી બંનેને ઝડપી લીધા હતાં અને પોલીસે પોસ્કો અને અપહરણનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે તપાસ માટે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઓબ્સર્વજેશન સેન્ટર ખાતે મોકલાયો છે. પોલીસ તપાસમાં ચોકાવનાર ખૂલાસો આવતા એમાં નાની ઉંમરમાં જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી જે પ્રકારે આ પગલું ભરવામાં આવ્યું હતું તેને લઈને અરવલ્લી જિલ્લાની અંદર વાલીઓમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે

Back to top button
error: Content is protected !!