
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ધનુસરા પોલિસ સ્ટેશનની ચર્ચાઓ ચારે કોર, હવે 2 TRB અને 1 GRD જવાનની વિદેશી દારૂ ભરેલ પિકઅપ ડાલું સગેવગે કર્યું,ખાખી પર અનેક સવાલો
છેલ્લા બે દિવસ થી જાણે કે અરવલ્લી જિલ્લા પોલિસ ને દાગ લાગ્યો હોય તેમ પોલિસ કર્મીઓની દારૂ પ્રકરણ માં સંડોવણી અલગ અલગ રીતે બહાર આવી છે જેમાં હાલ ધનસુરા પોલિસ સ્ટેશન ચારે કોર ચર્ચામાં છે જેમાં ધનસુરા પોલીસમાં ફરજ બજાવતા 2 TRB અને 1 GRD જવાનની વિદેશી દારૂ ભરેલ પિકઅપ ડાલું સગેવગે કરવાના પ્રકરણમાં સંડોવણી સામે આવી છે.10 તારીખે ટીઆરબી અને હોમગાર્ડ જવાને વિદેશી દારૂ ભરેલું પિકઅપ ડાલું ઝડપ્યું હતું પીકઅપ ડાલું ઝડપયા બાદ આરોપી સાથે મળીને ત્રણેય સુરક્ષાકર્મીઓએ વિદેશી દારૂ સગેવેગે કરવા મદદ કરી હોવાની માહિતી સામે આવી છે પોલીસને બાતમી મળતા દારૂ સગેવેગે કરવામાં મદદરૂપ થનાર સુરક્ષા કર્મીઓની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઝડપાયેલ પિકઅપ ડાલામાં ભરેલો વિદેશી દારૂ કોલવડા ગામની સીમમાં આવેલી ઓરડીમાં ખાલી કરાયો હોવાની પણ કબૂલાત કરી હતી જેને લઇ પોલીસે સ્થળ પર જઈને 1.96 લાખની કિંમતની 1239 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો ધનસુરા પોલીસે 3 સુરક્ષાકર્મી સહિત કુલ 5 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે પોલીસે TRB સુનિલ ખાંટ અને GRD પ્રદીપ ખાંટની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી ધરી છે TRB જયદીપ તલાર સહિત અન્ય બે શખ્સોને ઝડપી પાડવા કાર્યવાહી પણ હાથધરી છે
અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી ની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હજુ પોલીસ કર્મચારીના ઘરેથી દારૂ પકડવાનો મામલો શાંત પડ્યો નથી, તો બીજી બાજુ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબી અને જીઆરડી ના જવાનો દારૂની હેરાફેરીમાં ઝડપાઈ ગયા છે. અરવલ્લી જિલ્લા માંથી ડીસ્ટ્રીક આઉટ થયેલા પોલીસ કર્મચારી વિજય છનાભાઈ પરમાર ના ઘરેથી એલસીબી એ દારૂ ઝડપી પાડતા, ધનસુરા પોલીસનું નાક કપાતા ધનસુરા પોલીસે ના છૂટકે હવે ટીઆરબી જીઆરડીના જવાનું ને દારૂની હેરાફેરીમાં ઝડપી પાડયા છે.અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ધનસુરા પોલીસની ટીમે કોલવડા ગામની સીમમાં ગૌચરમાં વિદેશી કટિંગ થતું હતુ ત્યારે બુટલેગરો પોલિસના હાથે ઝડપાઈ ગયા હતા.સતત બે દિવસ થી ધનસુરા પોલિસ સ્ટેશન જાણે કે ચર્ચામાં હોય તેવો ઘાટ છેપહેલા રહિયોલ ગામે પોલિસ કર્મચારીના ઘરેથી એલ.સી.બી. એ દારૂનો જથ્થો પકડ્યો હતો, જેને લઇને ધનસુરા પોલિસની આબરૂના ધજાગરા ઉડતા, પોલિસ દારૂનો જથ્થો તો પકડયો, પણ તેમાં ટીઆરબી અને જીઆરડીની સંડોવણી પણ સામે આવી છે.





