અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના પંચાલ ચોકડી પર અસામાજિક તત્વોનો આંતક મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો,હાથ માં બેટ લઈ જાહેરમાં આતંક મચાવ્યો
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામે છેલ્લા ઘણા સમયથી સવાલો ઉઠતા છે,જેને લઈ જિલ્લા વાસીઓમાં ખૌફ પેદા થયો છે.આજે મોજ મસ્તી ના ઉત્તરાયણ પર્વ ના દિવસે મેઘરજના પંચાલ ચોકડી પર અસામાજિક તત્વોનો આંતક મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે.અસામાજિક તત્વોએ હાથ માં બેટ લઈ જાહેર માં આતંક મચાવી આખા વિસ્તાર ને બાન માં લીધો હતો.ચિક્કાર દારૂ પીધેલી હાલત માં અસામાજીક તત્વો ધસી આવી બે થી ત્રણ લોકો ને બેટ ના ફટકા મારી કર્યો લોહીયાળ હુમલો કર્યો હોવાના ની વિગતો પ્રાપ્ત થઈ હતી.મેઘરજ માં છાશ વારે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ નું સર્જન થાય છે ત્યારે આવા અસામાજિક તત્વો ને પોલીએ કાયદાના પાઠ ભણાવે એવી મેઘરજ નગરજનો ની માંગ ઉઠી છે.