GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાજરવાસ જાગૃકતા સપ્તાહની ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી દ્વારા ઓગસ્ટની તા.૧૬ થી ૨૨ સુધીનાં અઠવાડિયાને દર વર્ષે ગાજરઘાસ જાગૃકતા સપ્તાહ તરીકે દેશભરમાં ઉજવણી દ્વારા ખેતરમાં કે શેઢા પાળેની જમીનમાં થતાં ગાજરઘાસ વૈજ્ઞાનિક નામ પાર્થેનિયમ ઘાસ/નીંદણને દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ખેડૂત સમાજમાં આ વિદેશી ઘાસની હાનિકારક અસર નિવારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલનાં માર્ગદર્શનથી નવસારી જીલ્લાનાં જુદા જુદા ગામોમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા જાગૃતતા લાવવા આયોજનો કરાયેલ હતા. જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ ખાતે કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સુમિત સાળંખે અને સર્વ અધિકારીગણ દ્વારા કેન્દ્રનાં ફાર્મની જમીનમાં ઉગેલ ગાજરથાસને દૂર કરી તેનું નાડેપ કમ્પોસ્ટ યુનિટમાં ખાતરમાં વિઘટન કરવાનું આયોજન કરાયું હતું તેમજ ખાપરીયા અને માણેકપોર ગામે ખેડૂત મીટીંગનું આયોજન તા.૨૨/૦૮/૨૦૨૫ નાં રોજ કરાયેલ હતું જેમાં કેન્દ્રનાં ગૃહ વૈજ્ઞાનિક નિતલ પટેલે આ વિદેશી ઘાસ દ્વારા જમીનને થતાં નુકશાન અને માનવ સ્વાસ્થયને થતી હાનિકારક અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઘાસને પોતાના ખેતરમાંથી દૂર કરી તેમાંથી ખાતર બનાવટ, વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં ૮૦ થી વધુ ખેડૂત ભાઈ–બહેનોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

Back to top button
error: Content is protected !!