દિયોદર રૈયા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ માંથી પૂર્વ પ્રમુખના ધર્મ પત્નીએ ઉમેદવારી નોંધાવી

- દિયોદર રૈયા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ માંથી પૂર્વ પ્રમુખના ધર્મ પત્નીએ ઉમેદવારી નોંધાવી
- પ્રતિનિધિ :દિયોદર કલ્પેશ બારોટ
*રાટીલા બેઠક પર ઉત્તમસિંહ વાઘેલા ઉમેદવાર જાહેર ફોર્મ ભર્યું
નવનિયુક્ત વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી આગામી 26 એપ્રિલ ના રોજ યોજાનાર છે જેને લઈ ફોર્મ ભરવાની અંતિમ દિવસે ઉમેદવારો નો ઘસારો જોવા મળ્યો હતો જેમાં દિયોદર જિલ્લા પંચાયત ની 5 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે પોતાના અંગત ઉમેદવારો ને ઊભા રાખી ચૂંટણી નુ રણશિંગુ ફૂંક્યું હતું
વાવ થરાદ જિલ્લા ના દિયોદર ખાતે ખાલી પડેલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની બેઠકો માટે અંતિમ દિવસે પ્રાંત કચેરી ખાતે રસાકસી ભર્યો માહોલ રહ્યો હતો તાલુકા પંચાયત ની 22 બેઠકો અને જિલ્લા પંચાયત ની 5 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ પક્ષમાંથી છેલ્લી ઘડીએ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં રૈયા બેઠક પર જિલ્લા પંચાયત પર નરસિંહભાઈ દેસાઈ ની ધર્મ પત્ની ગીતાબેન દેસાઈએ કોંગ્રેસ માંથી ઉમેદવારી કરી હતી જો કે રાંટીલા બેઠક પર ભાજપ પક્ષમાંથી ઉત્તમસિંહ વાઘેલાએ તથા દિયોદર બેઠક પર ભવાનજી ઠાકોરે ભાજપ પક્ષમાંથી ઉમેદવારી કરતા માહોલ ગરમાયો હતો બંને પક્ષ ના ઉમેદવારોએ જીત નો દાવો કર્યો હતો





