“માં ની મમતા”નું પ્રજાપતિ સમાજમાં એક ઐતિહાસિક ઉદાહરણ પુરૂ પાડતા વાલપુરા ના મુળજીબા ના ધર્મ પત્ની !!
ઓગડના વાલપુરાના અને ડીસાને કર્મ ભૂમિ બનાવી ડીસા ખાતે રહેતા ૬૧ વર્ષની માતાએ ૩૬ વર્ષના એક ના એક દીકરાને કિડની આપી નવજીવનદાન આપ્યું...

“માં ની મમતા”નું પ્રજાપતિ સમાજમાં એક ઐતિહાસિક ઉદાહરણ પુરૂ પાડતા વાલપુરા ના મુળજીબા ના ધર્મ પત્ની !!
——————————————————————————–
ઓગડના વાલપુરાના અને ડીસાને કર્મ ભૂમિ બનાવી ડીસા ખાતે રહેતા ૬૧ વર્ષની માતાએ ૩૬ વર્ષના એક ના એક દીકરાને કિડની આપી નવજીવનદાન આપ્યું…
——————————————————————————–
છત્રીસ વર્ષની નાની વયે લાંબા સમયથી ડાયાબિટીસના કારણે બંને કીડનીને આડ અસર થઈ રહી હતી..
——————————————————————————–
ઓગડ તાલુકાના વાલપુરા ગામ ના શ્રી વઢિયાર પરગણા પ્રજાપતિ સમાજના ડીસાને કર્મ ભૂમિ બનાવી ડીસા રહેતા પ્રજાપતિ વિજયભાઈ મૂળજીભાઈ જેઓ હાલ ડીસા તાલુકાના વિઠોદરની ” નવચેતના ઉચ્ચ પ્રાથમિક વિભાગમા શિક્ષક તરીકે ફરજ બજાવે છે,આ અગાઉ દિયોદર તાલુકામાં બી.આર.સી.કો.ઓ. તરીકે ફરજ બજાવતા હતા પરંતુ ડાયાબિટીસ ની તકલીફ હોવાથી તેઓ ફરીથી શિક્ષક તરીકે જોડાયા.છત્રીસ વર્ષની નાની વયે લાંબા સમયથી ડાયાબિટીસના કારણે બંને કીડની પર આડઅસર થવાથી તેમનાં માતૃશ્રી શારદાબેન ૬૧ વર્ષની ઉંમરે પણ પોતાનાએક ના એક વ્વહાલસોયા દીકરાને પોતાની કીડની આપી નવું જીવનદાન આપી “માં ની મમતા” નું પ્રજાપતિ સમાજમા એક ઐતિહાસિક ઉદાહરણ પુરૂ પાડ્યું છે!! માં-બાપ એ ખરેખર ભગવાન નું બીજું સ્વરૂપ છે. વિજયભાઈના પિતા મુળજીભાઈ જણાવે છે,કે મને સંસ્કારી સમાજ સેવાના ઉમદા સદગુણી પરમાર્થી પત્ની અને મારાં બાળકો ને દેવરૂપ માતા મળવાથી હું મારી જાતને ભાગ્યશાળી ગણી પ્રભુને આભાર સહ અંતરાત્માથી કોટી કોટી પ્રાર્થના સહ મારી પત્ની અને પુત્ર સદાય સ્વસ્થ રહે એવી અભ્યર્થના.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




