GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ: ધોધમાર વરસાદના પગલે હાઈવે ઉપર પડેલા મોટા ખાડાઓનું સમારકામ કરાવતા સાંસદ ધવલભાઈ પટેલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ: તા.૨૫ જૂન,વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસતા જિલ્લાના આંતરિક માર્ગો સહિત નેશનલ હાઈવે ન. 48 પર ઠેરઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તેમજ અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી એવી પરિસ્થિતિ જાણ લોકસભાના દંડક–વલસાડ ડાંગ સાસંદ ધવલભાઈ પટેલ થતાં તેઓ વલસાડ ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ સંગઠનના સમાજસેવી આગેવાનો તેમજ નેશનલ હાઈવે ના અધિકારીઓ સહિત માર્ગ સમારકામના કોન્ટેક્ટરને સાથે લઈ હાઈવે પર પહોંચ્યા હતાં છેલ્લા પાંચેક દિવસથી પડી રહેલા અવિરત વરસાદ પગલે નેશનલ હાઈવેના સુગર ફેક્ટરીના ઓવરબ્રિજ સહિત અમુક સ્થળો પર ખાડાઓને સામ્રાજ્ય જોવા મળ્યો હતો જેના કારણે નાના મોટા વાહનો ખોટવાના તેમજ અકસ્માત થવાના સંજોગો તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી હતી.

જેને ધ્યાને લઈ સાંસદ ધવલભાઈ પટેલએ નેશનલ હાઈવેના અધિકારીઓને સાથે લઈ ગતરોજ રાત્રે અસરગ્રસ્ત સ્થળ પર ઉભા રહી હંગામી ધોરણે સમારકામ કરાવતા વાહનચાલકો એ રાહત અનુભવી હતી તેમજ વાહન વ્યવહાર સુલભતાથી પસાર થાય તે માટે નેશનલ હાઈવેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ને તમામ અસરગ્રસ્ત રસ્તાઓનું વહેલીતકે સમારકામ કરવા ખાસ સૂચના આપી હતી…

Back to top button
error: Content is protected !!