GUJARATSAYLA

ઢેઢુકી ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

લોકો હવે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે.જયારે
સુરેન્દ્રનગર નાં સાયલા તાલુકાના ઢેઢુકી ગામે સહજાનંદ ગૌશાળા જોરુભાઇ વેગડને ત્યા સરકારશ્રી દ્રારા ચાલતા પ્રાકૃતિક કૃષિના ” આત્મા પ્રોજેક્ટ દ્વારા એક ભવ્ય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યું, જેમાં સાયલા તાલુકા અને મુળી તાલુકાનાં આશરે 700 જેટલા ખેડૂતો જોડાયા હતા.જેમા પ્રેરક ભનુભાઇ ખવડ ઋતુભગત વૈદિક ગૌ ઉત્પાદ કેન્દ્ર સેજકપર નાં સહયોગ સારો પ્રતિસાદ મળ્યો છે.
જેમા શ્રી ભરતભાઇ પટેલ સાહેબ ( ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર) શ્રી ભુવા સાહેબ (નાયબ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ) શ્રી હમિરસિહભાઇ પરમાર ( ચેરમેનશ્રી fpo) ,શ્રી બોચલ્યા સાહેબ ( કૃષિ સંશોધન કેન્દ્ર કાંધાસર) સુનિતાબેન ( એરીયા મેનેજર આગાખાન) બેન્ક મેનેજરશ્રીઓ, અચ્યુતભાઇ spnf સુરેન્દ્રનગર તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની વિશાળ હાજરીમા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!