GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

સુરખાઈ: SSC/HSC/NEET/JEE પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર ધોડિયા સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ દ્વારા 33 વર્ષથી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવે છે

શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ ખાતે ધોડિયા સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ પૈકી  સમાજના તેજસ્વી તારલાઓનું છેલ્લા 33 વર્ષથી મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ માહિતી ટકાવારી મુજબ આપવાની રહેશે. જેમાં ધોરણ-૧૦ માં સરકારી સ્કુલ ગ્રાન્ટેડ/પ્રાઇવેટ  સ્કુલ નોન ગ્રાન્ટેડમાં ૯૦ ટકા અને તેથી ઉપર, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ(મેથ્સ/બાયોલોજી) સરકારી સ્કુલ માં ૮૫ ટકાથી વધુ અને અને પ્રાઇવેટ સ્કુલમાં ૯૦ ટકા થી વધુ હોવા જોઇએ.  જયારે NEET માં ૩૫૦ ગુણ અને તેની ઉપર હોવા જોઇએ. JEE માં ૮.૫ PR  અને તેથી ઉપર આવેલ જોઇશે.
સમાજના વિદ્યાર્થીઓએ લીવીંગ સર્ટી, ધોરણ-૧૦ અથવા ૧૨ ની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સરનામું/મોબાઇલ નંબર, NEET-2025 નુ રીઝલ્ટ, જાતિનો દાખલો લઇ તા.૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ, ચીખલી ખાતે રૂબરૂ આપવાની રહેશે. તેમ શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ સુરખાઇના પ્રમુખ નટવરલાલ પટેલ દ્વારા યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!