થરામાં શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો..
થરામાં શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો..

થરામાં શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે કુમ કુમ પાર્ટી પ્લોટમાં આજરોજ સંવત ૨૦૮૧ ના પોષસુદ-૧૪ ને રવિવાર તા.૧૨/૦૧/૨૦૨૫ના રોજ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન થરા દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માનસમારોહ સોમાભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ઉદ્ધઘાટક લક્ષમણભાઈ પ્રજાપતિ અતિથિ વિશેષ આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુરના મંત્રી પ્રહલાદભાઈ બી.પ્રજાપતિ, શ્રીમતી કે.કે.સરકારી કન્યા વિધાલય પાટણના આચાર્ય ડૉ. દિનેશભાઈ પ્રજાપતિ,અક્ષરજ્ઞાન વિદ્યા મંદિર તાણા (થરા) ના પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનોના વરદ વરદ હસ્તે દીપ પ્રાગટય કરી મંડળના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા તેમજ બળાઓએ સ્વાગત ગીત દ્વારામહેમાનોને આવકાર્યા હતા. મહેમાનો તેમજ દાતાઓનું પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી મંડળ ના ઉપપ્રમુખ ભરતભાઈ,મંત્રી વિમલભાઈ,પૂર્વમંત્રી કિશોરભાઈ, જયંતીભાઈ પ્રજાપતિ (શિક્ષક), સોશ્યલ મીડિયા કિરીટભાઈ, કા.સભ્ય હરિભાઈ,ગોવિંદભાઈ વકીલ સહીત દરેક કાર્યકરોએ સન્માન કર્યું હતું.ઉપસ્થિત મહેમાઓએ પ્રાસંગિક પ્રવચન દ્વારા બાળકોને ભણાવવા ભાર મુક્યો હતો.દાતાઓ દ્વારા પ્રથમ ઈનામ સ્વ.ગોદાવરીબેન ડી. પ્રજાપતિ પરિવાર,સ્વ.વિરાંબેન વી.પ્રજાપતિ પરિવાર, મનુભાઈ એ.પ્રજાપતિ,ગં.સ્વ.જશીબેન પ્રજાપતિ,દ્વિતીય કાનજીભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ જશીબેન લક્ષમણભાઈ અસાલડી, મહેશભાઈ એન.પ્રજાપતિ,તૃતીય ચંપાબેન ભાવાભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પ્રજાપતિ શિક્ષક ભોડાળિયા પ્રા. શાળા, લાલજીભાઈ પ્રજાપતિ,મેડલ પ્રકાશભાઈ પ્રજાપતિ,સહાયક દાતા ડૉ. દિનેશભાઈ પ્રજાપતિ સહીત અનેક દાતાઓ દ્વારા એમ.બી.બી.એસ બીજુ વર્ષ રોહિત પ્રજાપતિ,બી.એચ.એમ. એસ.સેમ.-૧ તન્વી પ્રજાપતિ, એમ.એસ.સી.સેમ-૨ નિરાલી પ્રજાપતિ,સી.એ.ફાઉન્ડેશન તુષાર પ્રજાપતિ,બી.કોમ.સેમ.-૬ ધરતી પ્રજાપતિ,સુનિલ પ્રજાપતિ,વિશાલ પ્રજાપતિ, ઋત્વિક પ્રજાપતિ,મિકેનિકલ એન્જિનિયર વિવેક પ્રજાપતિ, એલ.એલ.બી.સેમ.-૨ આદિત્ય ઉમેશભાઈ પ્રજાપતિ,બેચરલ ઓફ ડિઝાઈન દીક્ષિત પ્રજાપતિ, માઈનિંગ એન્જિનિયરિંગ વિરેન્દ્ર પ્રજાપતિ,સિવિલએન્જિનિયરિંગ હર્ષિલ પ્રજાપતિ,એમ.કોમ.સેમ. -૨ ખુશી અશ્વિનભાઈ પ્રજાપતિ, એમ.એ.સેમ.-૪ ડિમ્પલ પ્રજાપતિ,મનીષા પ્રજાપતિ, એમ. કોમ.સેમ.-૪ કૃપા પ્રજાપતિ, એમ.કોમ.સેમ.-જયેશ પ્રજાપતિ, બી.એ.સેમ.-૧ દર્શન પ્રજાપતિ, અંજલિ પ્રજાપતિ,ખુશી પ્રજાપતિ સહીત ધોરણ ૧ થી ૧૨,કોલેજ તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક/જુનિયર ક્લાર્ક સચિવાલય/એચ.સી.પોસ્ટ મેન/હેલ્થ વર્કર/મહિલા લોક રક્ષક/કંડકટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહીત ૧૫૫ થી વધુ તેજસ્વી તારલાઓને દાતાઓ દ્વારા સન્માનપત્ર, ટ્રોફી, ચાંદીનો સિકો,ગોલ્ડ મેડલ, હેન્ડલ ફાઈલ,સિલ્વર મેડલ,થેલો, બ્રોન્ઝ મેડલ,ડબલ-સિંગલ બ્લેન્કેટ,ફાઈલ,પાણીની બોટલ, સિલ્ડ આપી સન્માનિત કર્યા હતા.ભોજન પ્રસાદ માયાબેન સોમાભાઈ સામેચા,મંડપ પ્રેમિલાબેન લક્ષમણભાઈ પ્રજાપતિ,નાસ્તાના દાતા કનુભાઈ/શંકરભાઈ,ચાના કોકિલાબેન કનુભાઈ પ્રજાપતિ, મિનરલ પાણીના આજીવન દાતા શારદાબેન ચમનભાઈ પ્રજાપતિ, શાલ સ્વ.શારદાબેન અંબારામભાઈ પ્રજાપતિ પરિવાર,ફુલહાર બચુભાઈ મગનભાઈ પ્રજાપતિ,સાઉન્ડ પ્રજાપતિ દિનેશભાઈ શીવાભાઈ (કોન્ટ્રાકટર),સંગીત કેશવલાલ આર.પ્રજાપતિ,બેનર શિક્ષક નટુભાઈ કે.પ્રજાપતિ,સહિત અનેક દાતાઓ દાન આપી સહભાગી થયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમે અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમ માં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના મંત્રી દશરથભાઈ ગુર્જર,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ,શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ બચુભાઈ પ્રજાપતિ,મંત્રી પરેશકુમાર પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન પાટણના પ્રમુખ સોહનકુમાર પ્રજાપતિ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ,મંત્રી વાલાભાઈ પ્રજાપતિ, સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિ,શ્રી સમી પરગણા પ્રજાપતિના પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિ,શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના મંત્રી વીરચંદભાઈ પ્રજાપતિ,શ્રી વાવ-થરાદ ચાર પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સેંધાભાઈ પ્રજાપતિ, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ,થરા નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રની કચેરી મહેસાણા કચેરી અધિક્ષક મહેશકુમાર પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર પ્રહલાદભાઈ કે.પ્રજાપતિ માંડવી (હાલ-કડી),જ્યારે આભાર વિધિ ભાવાભાઈ પ્રજાપતિ એ કરી હતી.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ થરા
મો.૯૯૭૮૫ ૨૧૫૩૦









