
જૂનાગઢના કેશોદ માં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવાર ને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એક બીજા વગર ચાલતુંજ નથી પક્ષીઓ અને હરસુખભાઇ ની અનોખી દોસ્તી ની અનોખી દાસ્તાન મિત્રતા તો તમે ઘણી જોઈ હશે પરંતુ કેશોદના હરસુખભાઇ ડોબરીયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહિ જોઈ હોય, આપણે જાણીને આનંદ થશે કે હરસુખભાઇ ડોબરીયા છેલ્લા ૨૬ વર્ષથી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પડે છે અને પક્ષીઓ પણ નિયમત રીતે હરસુખભાઇ ના ઘેર પહોચી જાય છે. હરસુખભાઇ એક ખેડૂત છે અને પોતાના ઘરેજ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવાર ની ચણ નાખે છે અને અને પછી એક બે બક્ષીઓ નહિ પરંતુ પાંચ હજાર જેટલા પક્ષીઓ આવે છે, પક્ષી ઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે. કેશોદના આ હરસુખભાઇ ડોબરીયા નો પરિવાર પણ પક્ષી પ્રેમી છે, પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા પાંચ વાગ્યે ઘરના સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષી ના ભોજન ની વ્યવસ્થામાં લાગી જાય છે. હરસુખભાઇ પક્ષો માટે પહેલેથીજ બાજરીના ડૂંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે, પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે, 500 રૂપિયાની ચણ ની ખરી થી શરુ કરેલ આ અભિયાન માં આ વર્ષે બે લાખ રૂપિયા ની ચણ ની ખરીદી કોઈ પણ ફંડ ફાળા વગર કરી છે. હરસુખભાઇ ના પત્ની રમાબેન કહે છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે. અને જ્યારે થી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યાર થી અમારે ખુબજ સારું છે અને ધંધા માં ખુબજ બરકત થઇ રહી છે.જયારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઇ રહ્યાં છે ત્યારે હરસુખભાઇ પક્ષીઓને જે અનાજ ના દાણા ખવરાવે છે ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ઘાન્ય નિજ ખરીદી કરે છે અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈપણ જાતનું નુકશાન ના થાય તેની ખાસ કાળજી રહી રહ્યા છે.
હરસુખભાઈ ડોબરીયા ને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા
નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ તેમજ આઈઆઇએમ ગુપ્તાની હાજરીમાં માર્ચ ૨૦૧૫ મન પક્ષીઓ પ્રત્યેના પ્રેમ અને પર્યાવરણ ના જતન માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો
આ પરિવાર ચાર પેઢીથી પક્ષીઓની સેવા કરે છે
હરસુખભાઈ ડોબરીયાની ચાર પેઢી એટલે કે પોતાના ધર્મપત્ની રમાબેન ડોબરીયા,તેમના દીકરા પ્રકાશભાઈ તેમના પત્ની ચંદ્રિકાબેન તેમના પૌત્ર ક્રીપાલભાઈ તેમના પૌત્રવધુ ન્રમતાબેન તેમજ તેમની દીકરી વાણીબેન તમામ પક્ષીઓની સેવા કરે છે
સ્ટાર્ટર તરીકે ખવડાવે છે મગફળીના દાણા અને બાજરાના ડુંડા તેમજ જુવાર ની ચણ નાખે છે
સ્પેશિયલ રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ











