BHARUCHBHARUCH CITY / TALUKO
અંકલેશ્વર NH 48 પર અકસ્માત:વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર કાર-ટ્રક વચ્ચે ટક્કર, કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર પરિવારનો આશ્ચર્યજનક રીતે બચાવ થયો હતો.
ટ્રક સાથેની ટક્કરના કારણે કારને વ્યાપક નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. અકસ્માતની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.



